તાપી જિલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૧૧ નવા કેસ મળી આવ્યા છે. વધુ ૨૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૧૯૧ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર,તા.૨૪મી ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૦૪ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૪૯૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૧૧૪૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૨ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૦ દર્દીઓના મોત નિપજ્યા છે.
તાપી જિલ્લામાં સોમવારે નોંધાયેલ કોરોનાના વધુ ૧૧ કેસ
- ૨૫ વર્ષિય પુરુષ, સીંગી-વ્યારા
- ૩૧ વર્ષિય મહિલા, ભાટી ફળિયું-ઉંચામાળા,તા.વ્યારા
- ૬૦ વર્ષિય મહિલા, રામજી ફળિયું-ઉંચામાળા,તા.વ્યારા
- ૩૬ વર્ષિય પુરુષ, ચીખલદા,તા.વ્યારા
- ૩૮ વર્ષિય મહિલા, નદી ફળિયું-બેડચીત,તા.ડોલવણ
- ૨૦ વર્ષિય મહિલા, ઉપલું ફળિયું-વાંકલા,તા.ડોલવણ
- ૪૫ વર્ષિય મહિલા, નવુંફળિયું-ધામોદલા,તા.વાલોડ
- ૨૩ વર્ષિય મહિલા, નવુંફળિયું-ધામોદલા,તા.વાલોડ
- ૨૫ વર્ષિય પુરુષ, ગ્રામ ભારતી-કલમકુઇ,તા.વાલોડ
- ૫૦ વર્ષિય પુરુષ, ભવાની નગર-વાલોડ
- ૩૫ વર્ષિય પુરુષ, જુનાગામ-સોનગઢ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application