વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વધઇ આહવા અને સુબિર સહિત જીલ્લા માં ભારે આનંદ ઉલ્લાસ ભેર મકરસંક્રાતિ ની ઉજવણી કરાઇ હતી જેમાં પતંગ રસીયાઓએ અગાસી ઉપર ચઢી ને અવનવી રંગબેરંગી પતંગો ઉડાવી કાઇપો છે લપેટ જેવી બુમો પાડી પતંગો ની પેચ લગાડી પતંગ કાપવાનો આનંદ લુટયો હતો અને આગાસી ઉપર પુરા પરિવાર સાથે મળીને પતંગ યુદ્ધ મનાવ્યુ હતુ જેમાં યુવક યુવતિ ઓ એ ગોગલ્સ ટોપી પહેરી ને સેલ્ફી નો આનંદ મેળવી અગાસી પર ડીજે ના ગીતો ના તાલે ડાન્સ સાથે ફિલ્મ ગીતો ની સુરાવલી સાથે આકાશ ગજવી મુકયુ હતુ અને સાથે સાથ પતંગ રસીયાઓએ ઉંધીયુ-જલેબી સહિત તલ ના લાડુ ની મિજબાની માળી હતી આ લખાય છે ત્યારે મકરસંક્રાતિ નિમિત્તે ડાંગ અને મહારાષ્ટ્ર ના આદિવાસી શ્રધ્ધાળુઓ એ સુબીર ના પંપા સરોવર માં સ્નાન નો લહાવો લઇ ધન્યતા અનુભવી હતી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application