ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:મકરસંક્રાંતિ ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ગોપચાણ ટેકરા તરીકે ઓળખાતો વિસ્તાર કે જ્યાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રંગબેરંગી પતંગો ની સજાવટ શાથે વેચાણ માટે તૈયાર છે, અવનવી અને રંગબેરંગી પતંગો અને અન્ય આકર્ષક ચીજ વસ્તુઓ થી બજાર નુ વાતાવરણ રંગબેરંગી અને ધ્યાનાકર્ષક લાગી રહ્યુ છે, ખાસ કરી ને નાનાં બાળકો મા ઉત્તરાયણ ની ભારે ઉત્કંઠા અને ઉત્સાહ રહેતો હોય છે, નગરના બજારો મા પતંગ ચગાવવા ના રસિકોની મહદ્દઅંશે સારી એવી ભીડ જામતી હોય છે પણ આ વર્ષે,દોરા સુતાવવા માટે અને પતંગો ખરીદવા માટે નિકળતા લોકો ને કાળઝાળ મોંઘવારી પતંગ રસિયાઓ ને નડી રહી છે. પતંગબજાર ના નામે જાણીતા બનેલા ગોપચાણ ટેકરા વિસ્તાર મા મુખ્ય માર્ગ ની બન્ને બાજુ પતંગો,દોરા અને અન્ય આકર્ષક ચીજવસ્તુઓ ના હંગામી સ્ટોલ ઉભા કરીને વેચાણ કરવા માટે આખું બજાર તૈયાર છે, પણ ગ્રાહકો હજી જોઈએ તેટલું ઉત્સાહ બતાવતા નથી,પહેલાં લોકો ઉત્તરાયણ ના બે મહીના પહેલાં જ પતંગો ચગાવવા માંડતા અને ધાબાઓ ટેરેસો સાફસુફ કરી, અને તલસાંકળી બનાવી તૈયારી કરતાં હતાં, પણ હવે બદલાયેલી રહેણી કરણી અને સમય ના અભાવે હવે ઉત્તરાયણ ના બે ત્રણ દિવસ જ ઉજવણી માટે ફાળવતા હોય છે અને એમાં પણ મુખ્ય ઉદ્દેશ ખાણીપીણી અને એન્જોયમેન્ટ નોજ હોય છે. છેલ્લા કેટલાક વર્ષો થી ઉત્તરાયણ ની સાંજે ફટાકડા ફોડવા નો નવો ચીલો પડ્યો છે જેનાથી દિવાળી અને ઉત્તરાયણ નો મિશ્ર ભાવ પેદા કરે છે. ઉજવણી ના અતિરેક મા સામાન્ય દોરા ના બદલે ચાઈનીઝ દોરી કે જે સહેલાઈથી તૂટે તેવી ન હોવાથી ભારે નુકશાન કારક નિવડે છે અને આકાશ મા ઉડતા નિર્દોષ પંખીઓ અને ટુવ્હિલર વાહન ચાલકો માટે ગળા કપાઈ જવા માટે નિમિત્ત બને છે, આવા ગોઝારા બનાવો થી તહેવારો ની મઝા અન્યો માટે સજા બનતી હોઈ છે. જેથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરા અને આગ લાગે તેવા તુક્કલો ચગાવવા થી બચવું જોઈએ. પ્રેમ અનેલાગણી શાથે તહેવાર ની ઉજવણી કરવી જોઈએ.
High light-ઘાયલ પંખીઓ માટે ખાસ કરુણા એમ્બ્યુલન્સ તહેનાત રખાશે
High light-વિજળી વિભાગે પણ નગરજનો માટે ખાસ ગાઈડ લાઈન જાહેર કરી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500