નવી દિલ્હી:નિર્ભયાના ચારેય આરોપીઓને મોતની સજા માટે ડેથ વોરન્ટ જારી કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે સુનવણી પછી ડેથ વોરન્ટ જારી કર્યો છે. આ ચારે નરાધમોને ૨૨મી જાન્યુઆરીના રોજ સવારે સાત વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવશે. નિર્ભયાના આરોપીઓને ૧૪ દિવસ પછી ફાંસી આપી દેવામાં આવશે,ભારતીય કાયદા મુજબ ડેથ વોરન્ટ જારી થયા પછી ઓછામાં ઓછા ૧૪ દિવસનો સમય આપવામાં આવે છે. જે દરમિયાન જેલ પ્રશાસન તેની તૈયારી કરી શકે. સમગ્ર દેશને હચમચાવી દેનારો આ ભંયકર મામલો ૧૬-ડિસેમ્બર ૨૦૧૨ ની રાતે અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં ૨૩ વર્ષની પેરામેડિકલ સ્ટૂડેન્ટ સાથે ૬ લોકોએ ગૈંગરેપ કરી હૈવાનિયતની હદો પાર કરી નાંખી હતી. પીડિતા વિદ્યાર્થિનીને મરવા માટે રોડ પર ફેંકી દેવામાં આવી હતી. જેના થોડા દિવસ પછી સારવાર દરમિયાન દેશની દિકરીએ દમ તોડ્યો હતો. આ મામલે નિચલી અદાલતે ૧૩-ડિસેમ્બર ૨૦૧૩ ના રોજ ચારે આરોપીઓ અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા અને મુકેશને ફાંસીની સજા ફટકારી હતી. સજાને નક્કી કરવા માટે આ મામલો હોઇકોર્ટમાં રિફર કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ૨૦૧૪ માં ચારે આરોપીઓની અરજી ફગાવી દીધી હતી. જે પછી સુપ્રીમ કોર્ટમાં પણ તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે અન્ય એક માઇનોર આરોપીને ત્રણ વર્ષ માટે બાળ સુધારગૃહમાં મોકલી દેવાયો હતો જે હાલમાં છૂટી ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application