વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટે ઉમરગામ અને ડુંગરામાં રહેતી બે સગીરાને ગર્ભવતિ બનાવી દેવાના ગુનામાં મહત્વનો ચુકાદો આપતા વાપી કોર્ટનાં ઇતિહાસમાં પ્રથમ કિસ્સો નોંધાયો છે. જોકે બંને સગીરાની ઉંમર અને ભવિષ્યને ધ્યાનમાં રાખી ગર્ભપાત કરાવવા મંજૂરી આપતો હુક્મ કર્યો છે. કોર્ટે બંને ભૃણના DNAએ સેમ્પલ પણ લેવા નોંધ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ઉમરગામ અને ડુંગરા પોલીસ મથકમાં પોક્સો હેઠળ બે સગીરાને લલચાવી શારીરીક શોષણ કરી ગર્ભવતિ બનાવી દેવાના ગુનામાં ગર્ભપાત કરાવવા ઘા નાંખવામાં આવી હતી.
જે સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ મેડિકલ સર્ટીફીકેટ, સગીરા, ડોકટર, માતા-પિતા સહિતના લોકોના નિવેદન સહિતના મુદ્દે દલીલો કરતા કોર્ટના જજ એમ.પી.પુરોહિતે સગીરાનાં ભવિષ્ય અને ઉંમરને ધ્યાનમાં રાખી ગર્ભપાત કરાવવા મંજૂરી આપતો મહત્વનો ચુકાદો આપ્યો છે. ચુકાદામાં બંનેના ભૃણના સેમ્પલો પણ લેવા નોંધ્યું હતું. વાપી કોર્ટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગર્ભપાત અંગેનો સ્પેશિયલ પોક્સો કોર્ટનો પ્રથમ કિસ્સો બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરગામના સંજાણમાં વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરાનું માતા-પિતાની ગેરહાજરીમાં પાડોશી રામપ્રસાદ ભુસણે બળાત્કાર ગુજારી કોઇને પણ જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.
જોકે સગીરાની તબિયત લથડતા હોસ્પિટલનાં લઇ જવાતા ચાર મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બીજા બનાવમાં વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા પરિવારની 13 વર્ષિય કિશોરીનું છીરીમાં રહેતો કિશન ખેલારી વર્મા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. કિશોરી મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મળી આવી હતી. મેડિકલ ચેકઅપ દરમિયાન કિશોરીનું શારીરિક શોષણ કરતા ગર્ભવતિ બની ગઇ હોવાનું બહાર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500