તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના કીકાકુઈ ગામના પાટિયા પાસે હાઈવે માર્ગ ઉપર મહારાષ્ટ્ર તરફ જતી સુરત-શિરપુર એસટી બસને સવારે અકસ્માત નડ્યો હતો.બનાવમાં બસમાં સવાર મુસાફરોને કોઈ જાન હાની થઇ ન હતી.જોકે એસટી બસને આશરે ૭૦ હજાર રૂપિયાનું નુકશાન થયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઇ છે.
મળતી માહિતી અનુસાર તા.૭મે નારોજ સવારે ૬:૩૦ કલાકના અરસામાં,સુરત થી શિરપુર જતી મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસ નંબર MH-20-BL-1554 ને સોનગઢના કીકાકુઈ ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર અકસ્માત નડ્યો હતો.બનાવને પગલે એસટી ચાલક રમેશભાઈ સોનવણેએ સોનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી,કીકાકુઈ ગામના પાટિયા પાસે ડમ્પર નંબર GJ-26-T-1881 ના ચાલક સોનગઢ થી વ્યારા લાઈન ઉપર થી વ્યારા-સોનગઢ લાઈન ઉપર અચાનક આવી જતા એસટી બસમાં મુસાફરો બેસેલ હોવાથી એસટી બસને બચાવા જતા ડમ્પરના પાછળના ભાગે આવેલ બોડીનો ભાગ અથડાઈ જતા એસટી બસના કંડકટર સાઈડનો આગળનો મુખ્ય કાચ,આગળનો શો,તથા બારીના કાચ તૂટી જવાને કારણે આશરે ૭૦,૦૦૦/- રૂપિયાનું નુકશાન પહોચ્યું હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે રમેશભાઈ સોનવણે નાઓએ કરી જેના આધારે પોલીસ ગુન્હા દાખલ કરી ફરાર ડમ્પર ચાલકને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.આગળની વધુ તપાસ ASI દીનજીભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application