Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વન મહોત્સવ અંતર્ગત 19.70 લાખ રોપાઓનું વિતરણ કરાશે

  • August 15, 2021 

ગાંધીનગરમાં જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ રાયસણ ખાતે યોજાયો હતો. અહીં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીની હાજરીમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝન દરમિયાન વન મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ 19.70 લાખ રોપાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જેમાંથી 12 લાખ જેટલા રોપાઓનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદ પડયા બાદ તાલુકા કક્ષાનો તથા ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ પણ યોજાશે જેમાં સેંકડો રોપાનું વાવેતર અને વિતરણ હાથ ધરાશે. લીંબજ માતાજી સેવા ટ્રસ્ટ, રાયસણ ખાતે યોજાયેલા કાર્યક્રમનું દીપ પ્રાગટય કરી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, વનીકરણ કાર્યક્રમને સાર્થક કરવા માટે આપણે સૌએ વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે, તો જ આપણા સૌનું હરિયાળા ગુજરાતના સપના સાકાર થશે.

 

 

 

 

 

 

વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના કલગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વન મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક વન મારૃતિ નંદનને ખુલ્લું મુક્યું છે. વ્યક્તિના જીવનમાં જન્મથી મરણ સુધી વૃક્ષ કેવી રીતે વણાયેલું છે, તેની દ્રષ્ટાંત પૂર્વક મંત્રીએ વાત કરી હતી અને વન મહોત્સવને વૃક્ષોની પૂજા સાથે સરખાવ્યો હતો. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે ગાધીનગરને ગ્રીન ગાંધીનગર બનાવવા માટે સર્વે નાગરિકોને વૃક્ષારોપણ કરવાનું આહવાન કર્યું હતું. ગાંધીનગર વર્તુળના મુખ્ય વન સંરક્ષક એફ.એલ.ખોબુંગે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણ થકી શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ઉત્તરોત્તર વઘારો થયો છે.

 

 

 

 

 

ગાંધીનગર જિલ્લાના નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોરે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં 394 હેક્ટરમાં વનીકરણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.  જેમાં 3.70 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 72માં વન મહોત્સવ નિમિત્તે સમગ્ર જિલ્લામાં 19.70  લાખ રોપાઓનું વિના મૂલ્ય વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેમાંથી 12 લાખથી વધુ રોપાઓનું વિના મૂલ્ય વિતરણ થઇ ગયું છે. આગામી સમયમાં જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ અને 100 ગામોમાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રોપાઓનું વાવેતર કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application