ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક આવેલા સુપ્રસિધ્ધ ગીરાધોધ ખાતે ફરવા આવેલા 19 સુરતી પ્રવાસીઓ મધમાખીના ઝુંડને સંસેડતા સંસડાયેલી મોટા કદની મધમાખીઓના ઝુંડે હુમલો કરતા પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં નીતિન મુકેશ રાણા, દીપ્તિ રિતેશ મહેતા, વર્ષ, શ્રુત હિતેશ મહેતા, મનીષા મહેતા, ધર્મિષ્ઠા સતીશ રેશમવાળા, દેવાંસ નીતિન રેશમવાળા, જાનવી સતીષભાઈ રેશમવાળા, અનિલ એફ. મહેતા એમ 19 જેટલા પ્રવાસીઓને મધમાખીઓએ શરીરનાં ભાગોએ ડંખ મારતા પ્રવાસીઓની હાલત કફોડીજનક બની હતી. આ ઘટના બાદમાં તુરંત જ મધમાખીઓનાં ડંખનો શિકાર બનેલા 19 ઇજાગ્રસ્ત પ્રવાસીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારના અર્થે નજીકની વઘઇ PHCમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યાં બે પ્રવાસીઓની હાલત ગંભીર બનતા વધુ સારવારનાં અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500