Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાકિસ્તાનમાં લગ્નના મહેમાનોને લઈ જતી બોટ પાણીમાં ડૂબી જતાં 19 લોકોનાં મોત

  • July 19, 2022 

પાકિસ્તાનમાં સોમવારે લગ્નના મહેમાનોને લઈ જતી બોટ ડૂબી જતાં પાણીમાં ડૂબી જતાં 19 લોકોનાં મોત થયા છે. આ ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા મૃતકના પરિજનો પ્રત્યે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સંવેદના વ્યક્ત કરી હતી.

આ ઘટના બાદ ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે, જે તમામ મહિલાઓ છે અને અન્ય ઘણા લોકો ગુમ છે. રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશનર સૈયદ મુસા રઝાએ જણાવ્યું કે, ઘટના સમયે લોકો રાજનપુરથી માછા પરત ફરી રહ્યા હતા. રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે ઓવરલોડિંગ અને મજબૂત પ્રવાહને કારણે બોટ પલટી જતાં લોકો આ દુર્ઘટના ઘટી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે લગ્નની પાર્ટીમાં હાજર રહેલા અન્ય સભ્યોને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. તેમણે કહ્યું કે આ ઘટના રહીમ યાર ખાનથી લગભગ 65 કિમી દૂર મચકામાં બની હતી, જ્યાં એક જ કુળના 100 લોકો સમારોહમાં સામેલ થયા હતા.


માહિતી અનુસાર, રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશ્નર સૈયદ મુસા રઝાએ મીડિયાને જણાવ્યું કે નિષ્ણાત તરવૈયાઓ, પાંચ એમ્બ્યુલન્સ અને એક વોટર રેસ્ક્યુ વાન સહિત લગભગ 30 રાહતબચાવ કર્મીએ તાબડતોબ રેસક્યુ ઓપરેશ હાથ ધર્યું હતું."ઓગણીસ મૃતદેહો, સહિત તમામ મહિલાઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી  બાકીના મુસાફરો માટે સર્ચ ઓપરેશન ચાલુ છે," સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application