Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બ્રિટનમાં સ્કારલેટ ફીવરનાં કારણે 19 બાળકોનાં મોત, જયારે ઈંગ્લેન્ડમાં સ્કારલેટ ફીવરનાં કેસ વધીને 17,695 થયા

  • December 21, 2022 

ચીનમાં કોરોના વિસ્ફોટે ફરી એક વખત ફરીથી વિશ્વને ચિંતામાં મૂકી દીધુ છે. ત્યારે આ વચ્ચે બ્રિટનમાંથી પણ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશભરમાં સ્કારલેટ ફીવરે (તાવ) કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ જાનલેવા ફીવરના કારણે 19 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. સ્કારલેટ ફીવરના કેસ ઈંગ્લેન્ડમાં વધીને હવે 17,695 થઈ ગયા છે. એક વર્ષ પહેલા આ જ સમયે તેની સંખ્યા માત્ર 2,538 હતી. સ્કારલેટ ફીવર એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. તે ગ્રુપ A સ્ટ્રેપ બેક્ટેરિયાથી ફેલાઈ છે. દુર્લભ કિસ્સાઓમાં આ બેક્ટેરિયા વ્યક્તિના લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે અને ઘાતક જીવલેણ બીમારીનું કારણ બની શકે છે.



બ્રિટનમાં આ તાવને સ્કારલેટીના પણ કહેવાય છે. ભલે આ તાવ કોરોના જટલો ઝડપથી નથી ફેલાઈ રહ્યો પરંતુ તે એક એવું ઈન્ફેક્શન છે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. સ્કારલેટ ફીવરનાં પ્રથમ લક્ષણો ફલૂ એટલે કે, ખૂબ તાવ જેવા જ દેખાઈ શકે છે. તાવની જેમ આમાં પણ શરીરનું તાપમાન વધે છે. ગળામાં દુખાવો અને ગરદનની નશોમાં સોજા સાથે-સાથે ફોલ્લીઓ પણ નીકળે છે. આ રોગને લીધે આખા શરીરમાં લાલ અને ફોલ્લીઓ જોવા મળે છે. શરૂઆતમાં તે સનબર્ન જેવું લાગે છે. આ ફોલ્લીઓ પહેલા ચહેરા પર પછી ગળા પર અને પછી આખા શરીર પર ફેલાય છે.



સ્કારલેટ ફીવરના કેસમાં સારવાર સરળતાથી મળે છે. તેની સારવાર એજ પ્રમાણે કરવામાં આવે છે જેમ ખરાબ ગળાની કરવામાં આવે છે. ડોક્ટર બાળકને એન્ટીબાયોટિક્સ આપી શકે છે. ડોક્ટરોનું માનવું છે કે, જે બાળકોમાં ફીવરના લક્ષણો છે તે બાળકોએ ઘરે જ રહેવું જોઈએ. બાળક અથવા અન્ય લક્ષણોવાળા વ્યક્તિએ ગરમ, ખારા પાણીથી કોગળા કરવા જોઈએ. તેમજ હૂંફાળું પાણી પીવું જોઈએ. તાવના કોઈપણ લક્ષણોના કેસમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.




નિષ્ણાતોએ અગાઉ કહ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં આવા બેક્ટેરિયાના કેસમાં વધારો થયો છે જે COVID-19 મહામારીની અસર હોઈ શકે છે. જોકે, આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે, સ્કારલેટ ફીવરના કેસો હજુ ચરમસીમાએ પહોંચ્યા નથી. સ્કારલેટ ફીવરના કેસોમાં વધારો બ્રિટિશ હેલ્થ પ્રોફેશનલ્સ પર ભારે દબાણ કરી રહ્યા છે જે તાજેતરમાં જ કોરોના સંકટમાંથી બહાર આવ્યા છે. સમગ્ર યુકેમાં પેનિસિલિન અને અન્ય એન્ટિબાયોટિક્સની અછત જોવા મળી છે. WHOનાં જણાવ્યા પ્રમાણે ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્વીડન સહિત અન્ય યુરોપીયન દેશોમાં પણ Strep Aના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application