સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂની 133મી જન્મજયંતિ નિમિત્તે અત્રેની આઈ.સી.ડી.એસ જિલ્લા પંચાયત, તાપીમાં પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ૧૦૪૯ આંગણવાડીના ૧૯,૫૪૦ બાળકો દ્વારા ૧૪ નવેમ્બર, ૨૦૨૨ બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહ ભેર બાળકો, કિશોરીઓ, વાલીઓ, ગામના સંરપચઓ, ડેરીનાં સભ્યો વડીલો, નિવૃત શિક્ષકોઓ, સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. આંગણવાડી કક્ષાએ વેશ ભૂષા, રમતો, બાળગીત, રેલી, એક પાત્રીય અભિનય દ્વારા બાળકોએ પોતાની આગવી કલાથી સૌને મંત્રમુગ્ધ કરી બાળ દિવસની ઉજવણીમાં સહભાગી થયા. સમગ્ર ભારતમાં ૧૪ નવેમ્બરને "રાષ્ટીય બાળદિન" તરીકે ઉજવવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500