Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટોલ પ્લાઝાની રીડિંગ મશીન તમારા ફાસ્ટેગને સ્કેન કે રીડ ન કરી શકે તો તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવો નહી પડે.

  • January 06, 2020 

નવી દિલ્હી : 15 ડિસેમ્બર 2019 ના રોજથી ટોલ પ્લાઝા પર  જરૂરી કરી દેવાયો છે. સરકારના આ ફરમાન બાદ મોટાભાગની ગાડીઓ પર ફાસ્ટટેગ લાગી ગયા હશે અથવા તો પ્રક્રિયા ચાલુ હશે. એનએચએઆઈએ મુસાફરીને સરળ બનાવવા માટે દેશભરના પોતાના 523 ટોલ પ્લાઝા પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન આધારીત ફાસ્ટેગથી ટોલ ટેક્સ કલેક્શન પણ શરૂ કરી દીધુ છે. નવી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવામાં આવી રહ્યાં છે. પરંતુ ફાસ્ટટેગ લીધા બાદ પણ તમે પૈસા ચૂકવ્યા વગર ટોલ  પ્લાઝા પાર કરી શકો છો. કદાચ આ અંગે બહુ ઓછા લોકોને જાણકારી હશે. જો ટોલ પ્લાઝાની રીડિંગ મશીન તમારા ફાસ્ટેગને સ્કેન કે રીડ ન કરી શકે તો તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. અત્રે જણાવવાનું કે ફાસ્ટેગ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની એક ટેક્નોલોજી છે. જેમાં રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન નો ઉપયોગ થાય છે. આ ટેગને ગાડીના સામેવાળા કાચ પર લગાવવામાં આવે છે. તમારી ગાડી જેવી ટોલ નાકા પાસેથી પસાર થાય છે કે તેના પર લાગેલું સેન્સર તમારી ગાડીના કાચ પર લાગેલા ફાસ્ટેગને ટ્રેક કરી લે છે.  ત્યારબાદ તમારા ફાસ્ટેગ એકાઉન્ટથી તે ટોલ પ્લાઝા પર થતો ચાર્જ કપાઈ જાય છે. આ પ્રકારે ટોલ પ્લાઝા પર અટક્યા વગર જ ટેક્સની ચૂકવણી થઈ શકે છે. વાહનોમાં લાગેલો આ ટેગ તમારા પ્રીપેડ ખાતું સક્રિય થતા જ કામ શરૂ કરી દેશે. જ્યારે ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમ પૂરી થઈ જશે ત્યારે તમારે ફરીથી રિચાર્જ કરાવવું પડશે. જો ટોલ પ્લાઝાની રીડિંગ મશીન તમારા ફાસ્ટેગને સ્કેન કે રીડ ન કરી શકે તો તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application