સુરત શહેરના કાપોદ્રા રોડ પર બે દિવસ પહેલા બાઇકને અન્ય બાઇકે ટક્કર મારતા ઇજા પામેલા બે ભાઇ પૈકી ૧૫ વર્ષીય તરૃણનું સારવાર દરમિયાન સોમવારે બપોરે મોત નીંપજયું હતું.
મળેલી વિગત મુજબ કાપોદ્રામાં સિલ્વર ચોક પાસે બાપા સીતારામ ફાર્મ પાસે બાપા સીતારામ કાર્ટીંગ ખાતે રહેતો ૧૫ વર્ષીય જીતેન્દ્ર નારાયણ ચંન્દ્રવંશી અને તેનો ૧૦ વર્ષના ભાઇ કિશોર સાથે ગત તા.૨જીએ સાંજે બાઇક પર પાન મસાલા લેવા જવા માટે નીકળ્યા હતા. તે સમયે કાપોદ્રામાં કારગીલચોક અને કિરણ ચોક રોડ પર બાલમુકુન્દ સોસાયટી નજીક તેમની બાઇકને અજાણી બાઇક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બંનેભાઇઓને ઇજા થતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન રવિવારે બપોરે જીતેન્દ્રનું મોત નીંપજયું હતુ. જયારે તેના ભાઇને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે જીતેન્દ્ર મુળ મધ્યપ્રદેશના રતલામનો વતની હતો. તેના પિતા કાર્ટીંગમાં મજુરી કામ કરે છે. તે પણ ત્યાં કામ કરતો હતો. તેનો એક ભાઇ અને એક બહેન છે. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application