Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા મા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ બન્યું

  • January 02, 2020 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,નર્મદા:આજે વહેલી સવારે જ્યારે નગર મા ચારે બાજુ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળતા પ્રકૃતિ ના એક અનોખા નજારા ને માણવાનો લ્હાવો મળ્યો હતો,વહેલી સવારે ઊઠીને મોર્નિંગવોક કરવા માટે અને રાજપીપળા ની કરજણ નદી ના કીનારે આવેલા રમત ગમત સંકુલ ના ગ્રાઉન્ડ મા દોડવા માટે આવતા લોકો મા કુતુહલ સર્જાયુ હતું. રાજપીપળા ની કરજણ નદી ના કીનારા નો વિસ્તાર અને સામે દેખાય રહેલી સાતપુડા ગિરીમાળા ના ડુંગર અને વનરાજી થી ખિલી ઉઠેલા પ્રકૃતિ ની સુંદરતા મા વધારો થયો હતો અને ગુજરાત ના મિની કશ્મીર ની ઉપમા ને યથાર્થ ઠેરવ્યું હતુ. વહેલી સવારે નગર મા સર્જાયેલા ઘાઢ ધુમ્મસ ની તિવ્રતા એટલી હતી કે સો ફુટ દુર પણ જોઈ શકાતુ નહોતુ, અને નદી ના સામે ના કીનારો તો જાણે અદ્રશ્ય થઈ ગયુ હતું,અને વાદળ નિચે ઉતરી આવ્યા હોય તેવુ આભાસ થઈ રહ્યુ હતું. સ્ટેચ્યુ યુનિટી ના કારણે સતત વધી રહેલા પ્રવાસન ઉદ્યોગ અને હાલ ૩૧ ડિસેમ્બર ની રજાઓ મા બહારથી આવતા પ્રવાસીઓ પણ આ અલભ્ય દ્રશ્યો જોઈ ને ચકિત બન્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application