Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળાના યુવાનો ને કેનેડા લઈ જવાની લાલચે 48 લાખની ઠગાઈ પ્રકરણ માં યુથ કોંગ્રેસ જોડાયું,આવેદન

  • December 27, 2019 

ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા : રાજપીપળાના યુવાનો અને યુવતીઓ મળી કુલ 9 લોકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે કેનેડા જવા માંગતા હોય અમદાવાદ અને વડોદરા ની ઠગ ટોળકી એ ૪૮ લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈ વિશ્વાસઘાત કર્યો હતો જેમાં છેતરપિંડી નો ભોગ બનેલા પિડિત યુવાનો ના સમર્થન મા આજે નર્મદા યુથ કોંગ્રેસ જોડાયુ અને કલેક્ટર ને આવેદન આપ્યું જેમાં આ પિડિત યુવાનોને ન્યાંય નહિ મળે તો રાજ્યવાપી આંદોલન કરવાની ચિમકી આપી આ ફરિયાદ બાદ ૬ અપરાધીયોઓ પૈકી પોલીસે ૫ ને ઝડપી લીધા છે પરંતુ મુખ્ય સૂત્રધાર વત્સલ ખમાર હજુ પોલીસ પકડ થી દૂર હોય વત્સલ પરેશકુમાર ખમાર ને વહેલી તકે પકડવાની માંગ કરી હતી. આવેદનમાં નર્મદા યુથ કોંગ્રેસ વિધાનસભા યુથ પ્રમુખ અજય વસાવા,નર્મદા જિલ્લા પ્રમુખ વાસુદેવ વસાવા,એન.એસ.યુ.આઈ.પ્રમુખ સાગર વસાવા સાથે ફરિયાદ કરનાર હેમંત બારોટ સહિત યુથ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. જિલ્લા સેવા સદન ખાતે યુથ કાર્યકરોએ વત્સલ ખમાર ના ફોટો બેનર ઉપર જૂતા નો હાર પહેરાવીને વિરોધ પ્રગટ કરી તાત્કાલિક પકડવા માંગ કરતું આવેદન આપી નિષ્પક્ષ તપાસ કરી પકડાયેલા અપરાધીયોને કડક સજા થાય અને મુખ્ય આરોપી ન પકડાય ત્યા સુધી પકડાયેલાં અપરાધિઓને જામીન ન મળે તેવી માંગ કરી મુખ્ય સૂત્રધાર વત્સલ ખમાર વહેલી તકે પકડાઈ અને ભોગ બનનારાઓ એ ગુમાવેલ રુપિયા પરત મળે તેવી માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application