Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ જવાનોને ફરજ અદા કરવાથી તોફાની તત્વોએ રોકવાના પ્રયાસો કર્યા છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • December 23, 2019 

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલીલા મેદાન પર પોતાના સંબોધનમાં દેશના લોકોને નાગરિક બિલને લઇને સ્પષ્ટ વાત કરી હતી. આગ લગાવી રહેલા લોકો ઉપર મોદી લાલઘૂમ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઇમાનદાર ટેક્સદાતાઓથી બનેલી સંપત્તિને ફુંકી દેવામાં આવી છે.આના બાદ તેમના ઇરાદા કેવા છે તે બાબત દેશના લોકો જોઈ ચુક્યા છે. તોફાની તત્વોને સ્પષ્ટ ચેતવણી આપતા મોદીએ કહ્યું હતું કે, તેમને દેશની પ્રજાએ બેસાડ્યા છે. જો વિરોધીઓને પસંદ નથી તો મોદીને ગાળો આપી શકાય છે. મોદીનો વિરોધ કરી શકાય છે. મોદીના પૂતળા ફૂંકી શકાય છે પરંતુ દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવાના ખતરનાક કૃત્યો તરફ આગળ ન વધવાની જરૂર છે. ગરીબ લોકોની રિક્શાને સળગાવી મુકવા, દુકાનો ફુંકી મારવાના હેતુથી કઇ મળશે નહીં. કોંગ્રેસ પાર્ટીના લોકો ખોટા વિડિયો અને ઉશ્કેરણીજનક કૃત્યો કરી રહ્યા છે. સોશિયલ મિડિયામાં ખોટા વિડિયો નાંખીને ભ્રમ અને આગ ફેલાવવાના પ્રયાસ થયા છે. મોદીએ કહ્યું હતું કે, જુદી જુદી યોજનાઓ તેમની સરકાર લઇને આવી ચુકી છે પરંતુ આ યોજનાને અમલી કરતી વેળા ક્યારે પણ કોઇ ધર્મના લોકોના નામ પુછવામાં આવ્યા નથી. તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેઓ ગેરરીતિને કોઇપણ રીતે ચલાવી લેશે નહીં.નાગરિક કાનૂન સુરક્ષા આપનાર તરીકે છે. કોઇના અધિકાર આઁચકી લેશે નહીં. જુઠ્ઠાણાને દેશના લોકો ચલાવી લેશે નહીં. તેમના કામમાં તપાસ કરવા અને જો કોઇ ભેદભાવ દેખાય તો દેશના લોકોની સમક્ષ રજૂ કરવા કોંગ્રેસ સહિતના પક્ષોને મોદીએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. મોદીએ દિલ્હીમાં અને દેશના જુદા જુદા  ભાગોમાં પોલીસ પર કરવામાં આવેલા હુમલાની પણ નિંદા કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ હંમેશા મુશ્કેલ સ્થિતિમાં લોકોની સાથે રહે છે પરંતુ તેમને જ નિર્દયરીતે માર મારવામાં આવ્યા છે. સ્વતંત્રતા બાદ ૩૩૦૦૦ પોલીસ જવાનો શાંતિ અને સુરક્ષા માટે પ્રાણોની આહૂતિ આપી ચુક્યા છે. પોલીસ જવાનોને ફરજ અદા કરવાથી તોફાની તત્વોએ રોકવાના પ્રયાસો કર્યા છે. જ્યારે કોઇ સંકટ દેશમાં આવે છે ત્યારે પોલીસ કર્મચારી કોઇના ધર્મને પુછતા નથી અને તેમને મદદ કરવા માટે પહોંચી જાય છે. આ બાબતને સમજીને લોકો પોલીસનું સન્માન કરે તેવી અપીલ પણ મોદીએ લોકોને કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application