ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યૂઝ,નર્મદા:કેન્દ્ર સરકાર દ્રારા પાસ કરવામા આવેલા સિટીઝન એમેન્ડમેન્ટ બિલ ને લોકસભા અને રાજ્યસભા મા સમર્થન મળી જતા હવે કાયદો બની ગયો છે,આ એક્ટ મા ધાર્મિકતા ને આધાર બનાવવા મા આવ્યો હોવાથી વિરોધપક્ષો સહીત આખા દેશ મા વિરોધ નો દાવાનળ ફાટી નીકળ્યો છે, અને લગભગ ૧૨ જેટલા રાજ્યો મા હિંસા ફાટી નિકળી છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, પ્રદર્શનકારીઓનુ પોલિસ સાથે નુ ઘર્ષણ વધતુ જાય છે અને હિંસા થી જાહેર સંપત્તિ નો દાટ નિક઼ળી રહ્યો છે. કેન્દ્ર સરકારે બહુમતી ના જોરે બનાવેલા આ સી.એ.એ ના કાયદા સામે અસંતોષ અને વિરોધ દર્શાવવા ના હેતુ થી રાજપીપળા મુસ્લિમ સમાજ તરફથી રેલી કાઢી આવેદનપત્ર આપવાના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ હતું પરંતુ તંત્ર દ્વારા રેલી ની મંજુરી આપવામા નહીં આવતા કેટલાક આગેવાનો સીમિત સંખ્યા મા કલેકટર શ્રી ને આ મામલે સમાજ વતી વિરોધ દર્શાવવા માટે આવેદનપત્ર આપી આવ્યા હતા, પોલીસ સવારથી જ બંદોબસ્ત મા ખડે પગે રહેતા અને લઘુમતી વિસ્તાર દૂકાનદારો એ સજ્જડ બંધ પાડી ને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સિવાય ના અન્ય વિસ્તારો સામાન્ય રહ્યા હતા અને કોઈ પણ જાત નો ઉશ્કેરાટ કે અજંપો જોવા મળ્યો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application