દિલ્હી:દિલ્હી કોર્ટે સોમવારે ઉન્નવા રેપ કેસમાં ભાજપના બરતરફ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગારને દોષિત જાહેર કર્યો હતો.2017માં ઉન્નાવમાં રેપ કેસ થયો હતો જેમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગારનું નામ ખુલ્યું હતું. પોલીસે સૌપ્રથમ બળાત્કારની એફઆઈઆરમાં સેંગારનું નામ ઉમેર્યું ન હતું. પીડિતા અને તેના પરિવારે ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી હતી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કડક પગલાં લેવા પડ્યા હતા. સેંગારે બે વર્ષ અગાઉ પીડિતાને ગોંધી રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરાઈ હતી અને પોલીસ પાસેથી તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સેંગાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને તેને કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. રેપ સમયે પીડિતા સગીર હોવાથી પોક્સો હેઠળ પણ ગુનો નોંધાયો હતો. ઉન્નાવ રેપ કેસની પીડિતા પર યેનકેન પ્રકારે ફરિયાદ પરત ખેંચી લેવા પણ દબાણ કરવામાં આવતું હતું. એક વખત પીડિતા કારમાં બેસીને કોર્ટમાં હાજરી આપવા માટે જઈ રહી હતી ત્યારે તેની કારને ટ્રકથી કચડવાનો પ્રયાસ પણ થયો હતો જેમાં તેના બે સંબંધિઓના મોત થયા હતા. આ કેસની સુનાવણી ઉત્તર પ્રદેશથી દિલ્હી ખસેડવામાં આવી હતી. દિલ્હી કોર્ટે ઝડપી સુનાવણી કરીને પીડિતાને ન્યાય આપ્યો છે. સીબીઆઈના પક્ષ તરફથી વકીલે સેંગારને મહત્તમ સજા કરવા માટે કોર્ટને જણાવ્યું હતું. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગારને આજીવન જેલની સજા અને 25 લાખનો દંડ ફટકારતો આદેશ કોર્ટે આપ્યો છે.કોર્ટે સેંગરને અપરહણ અને રેપના કેસમાં દોષિત ઠેરવ્યો. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ મહત્તમ સજાની માગણી કરી હતી. 16 ડિસેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોની સેક્શન 6 હેઠળ દોષિત ઠેરવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application