Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જે લોકોને કોઇ બાબત સાથે કંઇ લાગતું વળગતું ન હોય તેઓ પણ આરટીઅઇ દાખલ કરી દે છે,આ એક પ્રકારે ગુનાહીત ધમકી જેવું છે:સુપ્રીમ કોર્ટ

  • December 17, 2019 

નવી દિલ્હી:સુપ્રિમ કોર્ટે આરટીઆઇ કાયદાનો દુરૂપયોગ થતો રોકવા માટે દિશા-નિર્દેશો બનાવવાની જરૂરીયાત હોવાનું જણાવ્યું છે.કોર્ટે કહયું કે જે લોકોને કોઇ બાબત સાથે કંઇ લાગતું વળગતું ન હોય તેઓ પણ આરટીઅઇ દાખલ કરી દે છે. આ એક પ્રકારે ગુનાહીત ધમકી જેવું છે જેમ બ્લેકમેઇલીંગ હોય છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહયું કે અમે માહિતી અધિકારના વિરોધી નથી પણ તેનો દુરૂપયોગ રોકવા માટે દિશા-નિર્દેશો બનાવવાની જરૂર છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારોને કેન્દ્રીય માહિતી પંચ અને રાજય માહિતી પંચમાં ત્રણ મહિનામાં માહિતી અધિકારીઓની નિમણુંક કરવાનો આદેશ આપ્યો છે. બેંચે સરકારને આદેશ આપ્યો કે તેઓ આજથી જ નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરી દે. અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ બે સપ્તાહમાં સર્ચ કમીટીના સભ્યોના નામ સરકારી વેબસાઇટ પર મુકી  દે. ચીફ જસ્ટીસ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે વકીલ પ્રશાંત ભુષણનીએ વાત પર ધ્યાન આપ્યું હતું કે ૧પ ફેબ્રુઆરીના આદેશ છતાં માહિતી અધિકારીઓની નિમણુંક નથી થઇ. કોર્ટે કહયું કે જો આ હુકમનું પાલન નહીં થાય તો અનાદરની કાર્યવાહી કરવામાં આવશે.કેન્દ્ર તરફથી વકીલે કહયું કે નિમણુંક કરવા માટે સર્ચ કમિટી પહેલા જ બનાવી દેવાઇ છે. કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં એવી માગણી કરાઇ હતી કે તે નિશ્ચીત સમયમાં પારદર્શક રીતે માહિતી અધિકારીઓની નિમણુંકનો આદેશ આપે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application