Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સરકાર એકશન માં,૪૦૦થી વધારે ભ્રષ્ટાચારી અધિકારીઓ-કર્મચારીઓની નોકરી જઇ શકે છે.

  • December 17, 2019 

નવી દિલ્હી:ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સરકાર એકશનના બીજા તબકકામાં ૪૦૦થી વધારે ભ્રષ્ટાચારી અધિકારીઓ-કર્મચારીઓની નોકરી જઇ શકે છે. દર મહિને કરવામાં આવતી એપ્રેજલ પ્રક્રિયા હેઠળ તેમની ઓળખ કરાઇ છે. આ વખતે સરકારે એવા કર્મચારીઓની ઓળખ કરી છે જે સતત ત્રણ મહિનાથી આવા લીસ્ટમાં આવે છે. હવે તેમને ફરજીયાત રિટાયરમેન્ટ અથવા પાણીચું આપવા સુધીની પ્રક્રિયા શરૂ થઇ શકે છે. ગત દિવસોમાં સરકારે આદેશ બહાર પાડીને કહ્યું હતું કે વિભીન્ન મંત્રાલયો અને વિભાગોમાં કામ કરનારા અધિકારીઓના દર મહિને એપ્રેજલ અને તેના પર એકશન થશે. કામકાજમાં સુધારા અને ભ્રષ્ટાચારને રોકવાની દિશામાં સરકારનો આ પ્લાન તૈયાર થયો હતો. પહેલા તબકકામાં ર૮૪ અધિકારીઓના કામની સમીક્ષા થઇ ચુકી છે. રિવ્યુ કમિટી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં અધિકારીઓની સર્વિસ સમિક્ષા કરી રહી છે. ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) ના સુત્રો અનુસાર ૪૦૦ થી વધારે અધિકારીઓ તથા કર્મચારીઓની સર્વિસ ડીટેઇલ ર૦ જાન્યુઆરી સુધીમાં રિવ્યુ કમિટી સમક્ષ રાખવાની છે. આ કમિટીની રચના કેબિનેટ સેક્રેટરીની દેખરેખમાં કરવામાં આવે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application