મુઝફફરપુર:બિહારના મુઝફ્ફરપુરમાં ૭ ડિસેમ્બરના રોજ બળાત્કારનો પ્રયત્ન નિષ્ફળ નિવડતા યુવતીને જીવતી સળગાવી દીધી હતી. યુવતીને સારવાર માટે તાત્કાલિક ધોરણે પટનાની અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પીડિતાની સારવાર કરી રહેલા ડોકટર્સે યુવતી ૮૦% દાઝી ગઈ હોવાનું જણાવ્યું હતું. આરોપીએ યુવતી પર બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે આવું કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને પોતાની આ નિષ્ફળતાને તે સ્વીકારી ન શકયો. પોતાની નાપાક કરતૂતો માંથી યુવતી બચી ગઈ હતી જેનાથી આરોપીનું અહમ દ્યવાયું હતું અને તેથી તેણે યુવતી પર તેલ છાંટીને યુવતીને સળગાવી દીધી હતી. હૈદરાબાદ બાદ બિહારમાં આવી દ્યટના પ્રકાશમાં આવતા રાજયમાં મહિલા સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર પ્રશ્નો ઉદ્બવ્યા છે. આ દુર્દ્યટના મુઝફ્ફરપુરના અહિયાપુર વિસ્તારની છે. જયાં બળાત્કાર ગુજારવામાં નિષ્ફળતા મળતા યુવકે યુવતીને જીવતી સળગાવી દીધી હતી. તેણે ૧૦ દિવસ સુધી જીવન માટે લડત આપી હતી, પરંતુ આખરે તે આ લડતમાં હારી ગઈ અને તેણે મોતને ગળે લગાડી લીધું છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના ગામમાં પાડોશમાં જ રહેતો એક યુવક યુવતીના દ્યરમાં દ્યુસી ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જયારે યુવતીએ તેનો વિરોધ કર્યો તો યુવતીના ઘરમાં રહેલા તેલથી જ તેને સળગાવી દીધી. મૃતક યુવતીની માતાનો આરોપ હતો કે આરોપી રાજા છેલ્લા ત્રણ વર્ષથી તેમની દીકરીને હેરાન કરી રહ્યો હતો. આ અંગે તેમણે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application