Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરકંકાસ ના પરિણામે રાજપીપળા ની પરિણીતાનું અગ્નિસ્નાન:પરિણીતાનું સારવાર દરમિયાન મોત

  • December 15, 2019 

ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ, રાજપીપળા:રાજપીપળા ના આરબટેકરા વિસ્તાર મા રહેતી પરિણીતાએ ગૃહકલેશ થી કંટાળી ને ગત તા.૯મી ડિસેમ્બર નારોજ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને આગ લગાડી દીધી હતી અને ગંભીર રીતે દાઝી જતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ મા દાખલ કરેલ ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પીટલ મા ખસેડવામા આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે સાસુ,જેઠ અને જેઠાણી વિરુદ્ધ આત્મહત્યા ની દુષ્પ્રેરણા આપવાની કલમ ૩૦૬ ના ઉમેરા સાથે આરોપીઓ ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરતાંજ સાસુ,જેઠ અને જેઠાણી ભુગર્ભમાં ઉતરી ગયા હતા.રાજપીપળા આરબટેકરા વિસ્તાર ની પરિણીતા સાજેદાબાનુ ઈમ્તીયાઝ (ઉ.વ.૩૪)ના લગ્ન નજીક મા રહેતા ઈમ્તીયાઝ મનસુરખાન બલુચી શાથે પ્રેમલગ્ન કર્યા હતા.લગ્ન બાદ ના જીવન મા બે બાળકો નુ અવતરણ થયુ હતુ,અવારનવાર સાસુ જમીલા બાનુ અને જેઠ, જેઠાણી શાથે ગૃહકલેશ ના બનાવો બન્યા કરતા હતા,ઘર કંકાસ વધુ ઉગ્ર બનતા આવેશ મા આવીને પરિણીતાએ કેરોસીન છાંટીને પોતાને આગ લગાડી દીધી હતી અને ગંભીર રીતેદાઝી ગઈ હતી પતિ ઈમ્તીયાઝ પોતાની પત્ની ને બચાવવા જતા પોતે પણ દાઝી ગયો હતો,જેથી દંપતી ને રાજપીપળા સિવિલ હોસ્પિટલ તાત્કાલીક દાખલ કરી સારવાર શરુ કરાયેલ પરંતુ પરિણીતા ની હાલત વધુ બગડતા વડોદરા એસએસજી મા મોકલી આપેલ જ્યાં સારવાર દરમિયાન તેણી નુ મોત નિપજતા તેણી ના બે બાળકો એ માતા નુ છત્ર ગુમાવી દીધું હતું,પતિ ઈમ્તીયાઝ અપંગ છે અને રિક્ષા ફેરવી પોતાનુ ગુજરાન ચલાવી રહ્યો હતો.સામાન્ય લાગતા ઘર કંકાસો ને જો વડીલો ની સૂઝબૂઝ થી સમયસર ડામી દેવામાં ના આવે તો આ પ્રકારના ગંભીર પરિણામો આવે છે અને પરિવાર નો માળો વિંખાઈ જતા વાર નથી લાગતી.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application