નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી,કિસાન વિરોધી નીતિઓ,મહિલાઓ વિરૂદ્ધ હિંસા,બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે.આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તા રામલીલા મેદાન પહોંચી રહ્યા છે.પાર્ટીના વરિષ્ઠ નેતા મંચ પર હાજર છે.રેલીનો ઉદ્દેશ્ય ભાજપ સરકારની 'વિભાજનકારી' નીતિઓને ઉજાગર કરવાનો છે.પાર્ટીના ટોચના નેતા રેલીને સંબોધિત કરી મોદી સરકારની નિષ્ફળતાઓ અને દેશના નાગરિકોને વહેંચવાના પ્રયત્નોને ઉજાગર કરી રહ્યા છે.રેલી પહેલાં રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે 'આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ભાજપ સરકારની તાનાશાહી,આઈસીયુ માં પહોંચાડેલી અર્થવ્યવસ્થા અને લોકતંત્રની હત્યાના વિરોધમાં જનસભાને સંબોધિત કરીશ.રાહુલ ગાંધીએ મંચના તમામ ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું.રાહુલ ગાંધીએ આ રેલી માટે મુકુલ વાસનિકનો આભાર વ્યક્ત કર્યો.રાહુલ ગાંધીએ કહ્યું કે ગઇકાલે ભાજપના લોકો મને માફી માંગવાનું કહી રહ્યા હતા.ભાઇઓ-બહેનો મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે. મરી જઇશ પણ માફી નહી માંગું.આ પહેલાં 'ભારત બચાવો' રેલીમાં કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે 'આજે દેશમાં ખરાબ હવામાન થઇ ગયું છે. અર્થવ્યવસ્થાને આ સરકારે નષ્ટ કરી દીધી છે.બેરોજગારોની સંખ્યા વધતી જાય છે.ઉદ્યોગો ખતમ થઇ રહ્યા છે.નોટબંધીએ જનતાની કમર તોડી નાખી.આ સરકારમાં ગુનેગારોની બોલબાલા છે.સરકાર પોતાની ધૂનમાં છે.પ્રિયંકાએ પોતાના ભાષણમાં ઉન્નાવની ઘટનાની યાદ અપાવી.પીડિત પરિવારનો દુખ સંભળાવ્યું.તેમણે કહ્યું કે જ્યારે મેં એક નાનકડીની બાળકીને પૂછ્યું કે મોટી થઇને તુ શું બનીશ તો પહેલાં તો તેણે કંઇ ન કર્યું પરંતુ તેણે કહ્યું કે જે વકીલથી મોટું હોય છે.એટલે કે જજ બનવા માંગુ છું.તેના પિતાને જોઇને મને મારાની પિતાની યાદ આવી ગઇ છે.આ દેશમાં જે થઇ રહ્યું છે તેને અટકાવવું આપણું કર્તવ્ય છે.જે આજે અન્યાય વિરૂદ્ધ લડશે નહી,તે ઇતિહાસમાં કાયર કહેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application