Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા બિલ 2019 ને મંજૂરી આપી

  • December 13, 2019 

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ હવે આ બિલે એક કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. એક સત્તાવાર સૂચના અનુસાર ગુરૂવારના રોજ સત્તાવાર સૂચનાપત્રમાં જાહેર થતાની સાથે જ આ કાયદો લાગૂ થઈ ગયો છે.નોંધનીય છે કે લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ આ બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ નાગરિકતા કાયદો, 1955માં જરૂરી સુધારાઓ કરી દેવામાં આવ્યા છે. આ કાયદા અનુસાર હિંદૂ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમાજના જે સભ્યો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે અને જેમને પોતાના દેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનવું પડ્યું છે તેઓને ગેરકાયદેસર પ્રવાસી ગણવામાં નહીં આવે. હવે આવા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. નાગરિકતા સુધારણા બિલને સોમવારના રોજ લોકસભામાંથી અને બુધવારના રોજ રાજ્યસભામાંથી મંજૂર કરવામાં આવ્યું હતું અને ગુરૂવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કરીને આને કાયદો બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી. આ કાયદા અંતર્ગચ છ સમાજના શરણાર્થિઓને પાંસ વર્ષ સુધી ભારતમાં રહ્યા બાદ ભારતની નાગરિકતા મળવી જોઈએ. નોંધનીય છે કે અત્યારસુધી આ સમયસીમા 11 વર્ષની હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application