૧૮૧ મહિલા હેલ્પલાઈન પતિના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી સુરતની પરિણીતાને આશ્રય અપાવ્યો હતો. વાત એમ છે કે, પીડિત મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. સારવાર બાદ પણ તેઓ ઘરે જવા માંગતા ન હતાં, તેથી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પારિવારિક સમસ્યા હોવાનું લગતા ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં આ બહેનની મદદ કરવા માટે કોલ કર્યો હતો. જેથી ઉમરા અભયમ ટીમે સિવિલમાં પહોંચી પરિણીતાને સાંત્વના આપી કોઈ પણ સમસ્યામાં મદદ કરવાની ખાતરી આપી હતી.
અભયમે કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, પીડિતા પરપ્રાંતીય શ્રમિક પરિવારમાંથી આવે છે, અને પતિ સાથે છેલ્લા એક મહિનાથી સુરતમા રહે છે. પતિ દારૂનો વ્યસની હોવાથી મારપીટ કરી હતી, જેથી ઘરેથી નીકળી ગયા હતા અને સિવિલમાં સારવાર માટે આવ્યા હતા. તે ગભરાયેલી હાલતમાં હોવાથી પતિ પાસે જવા માંગતા ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર, સુરતમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500