બારડોલી પલસાણા હાઈવે ઉપર એક યુવતી કેટલાક દિવસો થી ફર્યા કરે છે તેમને મદદરૂપ બનવા એક ત્રાહિત વ્યક્તિ એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરતા બારડોલી પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા એવું લાગ્યું કે તે ભૂલી પડેલ છે અને ઘરે કેવી રીતે જવુ તે નક્કી કરી શકતી ના હતી.
જેથી અભયમ ટીમે તેને સહીસલામત પરિવાર સાથે પહોંચાડવા તેની સાથે આત્મીયતા થી વાતચીત કરતા જાણી શકાયું કે તે ડાંગ જિલ્લા ના ચીંચલી પાસેના ગામ ની છે અને તેના પિતા નું નામ શિવાજી છે જેથી અભયમ ટીમે આહવા પોલીસ સ્ટેશન ની મદદ થી ચીંચલી ગામમા તે મહિલાનો ફોટો મોકલેલ જેથી સરપંચે ગામ મા તપાસ કરતા આખરે મહિલાની ઓળખ થયેલ જેથી તેમના પરિવાર ને જાણ કરતા તેઓ આહવા મહિલાને લેવા માટે આવેલ.
બારડોલી અભયમ ટીમે યુવતી ને નવસારી ટીમના માધ્યમ દ્વારા આહવા અભયમ ટીમને સોંપેલ જેઓ એ મહિલાને લઇ આહવા તેમના પરિવાર ને સોંપેલ આમ અભયમ ટીમના પ્રયત્નો થી ભૂલી પડેલ મહિલાને તેના પરિવાર ને સોંપતા પરિવારે અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500