ભરૂચ શહેર વિસ્તારમાં એક નર્વસ મહિલા (નિરલબેન નામ બદલ્યું છે) ને 181 અભયમ ટીમ પર ફોન કરીને જણાવ્યું કે, મારે આગળ જીવવાની ઈચ્છા નથીને હું આત્મહત્યા કરૂ છું. કોલ પર વાતચીતમાં મહિલાએ સરનામું બતાવતા એક અભયમ ટીમ ક્ષણવારમાં પહોંચી જઈને મહિલાને આપઘાત કરતા અટકાવી તેનો જીવ બચાવ્યો હતો. આ મહિલાને અટકાવીને ટીમે આત્મહત્યા કરવા માટે જરૂરી સામાજિક સલાહ-સૂચનો આપીને સમજાવ્યા હતા. નિરલબેન પૂછપરછમાં તેમની જીંદગીની વાત કરતા જણાવ્યું હતું કે, તેણી અને તેમના પતિ બંને જણા નોકરી કરે છે. દુઃખની બાબત એ છે કે, તેમનો પતિ ઘર ખર્ચમાં એક પણ નવોપૈસો આપતા નથી.
તેમનું અઢી વર્ષનું સંતાન માટેનો ખર્ચ ન આપે અને તેને રાખતા નથી અને પતિને કહો તો વાંધાવચકા કાઢીને ઝઘડો કરે છે. એટલું નહિ પણ શારીરિક સંબંધો માટે પણ ઇચ્છા ના હોવાથી સંબંધોમાં અંતરો વધી ગયું છે. આ સાથે ઘરમાં કોઈપણ ચર્ચા તેમની માતા અને નાના ભાઈને જણાવી દેતા હોય છે. જેને લઈને સાસુ અને દિયર આવીને ઝઘડો અને તું ગાંડી થઇ છે એવા વિચિત્ર અપશબ્દો બોલે છે. જેને લઈને કંકાસનું ઘર બની ગયું હતું. જેથી નિરલબેને મક્કમ મને પોતાના બાળકને એકલો મુકીને આત્મહત્યા કરવા માટે નીકળી ગઈ. પતિ સહીત સાસરીયાનો ત્રાસ માટે છેલ્લું પગલું આત્મહત્યા સિવાય કોઈ આરો નથી.
જોકે એ વેળા ડૂબતી કીડીને પાન મળી જાય એમ અભયમ ટીમને વેદના વ્યક્ત કરવા માટે ફોન કર્યો. જેમાં વાત કરતી વખતે એક ટીમે નિરલબેન પાસે પહોંચી ગઈ અને જીંદગી બચાવી લીધી. ત્યારબાદ 181 અભયમ ટીમે આ મહિલાને કહ્યું કે, બાળક સામે જોવુંને સાસરીયાનો કોઈ પણ ત્રાસ હોય તો 181 ટીમ મદદ કરવા માટે તત્પર છે. આત્મહત્યા કરવું કે, ધમકી આપવી એ કાયદાકીય ગુનો છે. તેણીને કાઉન્સીલીંગ કરતી સંસ્થાઓએ રજેરજ જાણકારી આપીને સમજાવ્યા. સાસરીયાઓને પણ આવો ત્રાસ ન આપવો જોઈએ.અને તમારા કારણે નિરલબેન આત્મહત્યા તો તમારી જવાબદારી થાય. આ કાયદાની રૂપરેખા સમજાવીને સાસરીયા પરિવારે માફી માંગી લેતા ભવિષ્યમાં આવું ન બને એની કાળજી રાખતા આખરે નિરલબેન પણ સાસરીયા માટે હળવા થઇ ગયા. જેને લઈને સાસરીયા પરિવારને નિરલબેનને સોંપી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500