સુરત ૧૮૧ અભયમ ટીમને જાણ થતા તત્કાલ સ્થળ પર જઈને ભૂલા પડેલા માનસિક રીતે અસ્વસ્થ લક્ષ્મીબેનને (નામ બદલેલ છે) "સખી" વન સ્ટોપ સેન્ટર ખાતે પહોચાડવામાં આવ્યા હતા. અભયમ ટીમ દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરતા માત્ર તેમના ગામનું નામ બિલવાં (નામ બદલેલ છે) જાણવા મળ્યું હતું. જેના આધારે સુરત અભયમ ટીમ દ્વારા બહેનના પરિવારની શોધખોળ હાથ ધરાઇ હતી. તેમણે જણાવેલા નામને આધારે ગામના આગેવાનોની મદદ લેતા બહેનના પરિવારજનોનો સંપર્ક થયો હતો. પરિવારજનોને જાણ કરતા તેઓએ સુરત "સખી" વન સ્ટોપ સેન્ટર પર આવી પહોંચ્યા હતા. માત્ર ૧૪ કલાકમાં જ પરિવાર સાથે સુખદ મિલન થતાં લક્ષ્મીબેન અને તેમના પરિવારજનોએ હર્ષના આંસુ સાથે અભયમ ટીમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application