Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

181 અભયમ ટીમ તાપી દ્વારા નર્સિંગ કરતી વિદ્યાર્થીનીઓને 181 હેલ્પલાઇન અને એપ્લિકેશન અંગેનું માર્ગદર્શન અપાયું

  • July 11, 2023 

પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં  નિ:શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે જેમાં તાપી જિલ્લા ખાતે એકતા નર્સિંગ કૉલેજ તેમજ તાપી નર્સિંગ  કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને  181 મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેની ઉપયોગીતા વિશે માહિતી આપવામાં આવી હતી.


જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતિય, આર્થિક તેમજ કર્યાના સ્થળે જાતીય સતમણી લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ,જાતીય સતમણી, છેડતી અને બાળ જન્મ ને લગતી બાબતો સ્ત્રી ભ્રુણ હત્યાંની કાનૂની જોગવાઈઓ તેમજ  સાયબર ગુનાઓ ( ટેલિફોનિક ટોકિંગ એમ.એમ.એસ  ઇન્ટરનેટ ) તેમજ સરકારી યોજનાઓની સેવાઓ અને સહાયક માળખાની માહિતી આપવામા6 આવી હતી.



મહિલાઓને સહાય અને સુરક્ષા માટે 181 મોબાઈલ એપ્લિકેશન Google Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.જે એપ્લિકેશન દ્વારા હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં  હોય ત્યારે સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસએમએસથી સંદેશ મળી રહે છે. મહિલા ઘટનાના ફોટો-વિડિયો  મેસેજ પણ સેન્ટર પર મોકલી શકે છે વગેરે જેવી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર માહીતી આપવા બદલ સંસ્થાઓ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application