છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાનાં 1801 નવા કેસ નોંધાયા છે. કેરળનાં આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, એર્નાકુલમ તિરુવનંતપુરમ અને કોટ્ટાયમ જિલ્લામાં સૌથી વધુ કોવિડ કેસ નોંધાયા છે. હવે ફરી એકવાર રાજ્ય સરકાર કોવિડને લઈને એલર્ટ મોડ પર આવી છે. ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી છે. કુલ દર્દીઓમાંથી માત્ર 0.8 ટકાને ઓક્સિજન બેડ અને 1.2 ટકાને આઈસીયુ બેડની જરૂર પડી હતી. કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કોરોનાને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોવિડ-19ને કારણે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓના મૃત્યુનાં મોટાભાગનાં કેસો સામે આવી રહ્યા છે. તે જ સમયે, જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા મોટાભાગના નમૂનાઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું છે. આરોગ્ય મંત્રીનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની સૂચના મુજબ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. કોવિડના 85 ટકા મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં થયા છે. તે જ સમયે, એવા 15 ટકા લોકો હતા જેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા.
બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, વૃદ્ધો, ગંભીર બીમારીવાળા લોકો અને ગર્ભવતી મહિલાઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આગલા દિવસે (8 એપ્રિલ) રાજ્યમાં કોવિડ-19નાં 542 નવા કેસ નોંધાયા બાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 81,49,141 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે મુંબઈમાં ચેપના 207 કેસ જોવા મળ્યા હતા. આ સતત પાંચમો દિવસ છે જ્યારે શહેરમાં ચેપના 200થી વધુ કેસ નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500