તાપીમિત્ર ન્યુઝ,સુરત-બારડોલી:બારડોલીમાં વેપારી પેથીના સંચાલકો પાસેથી તેમના ધંધાકીય સંબંધ ધરાવતી સુરત સિદ્ધિ વિનાયક ટ્રેડર્સ નામની પેઢી ના માલિક સીમાબેન અશોકભાઈ નાવડીવાળાએ પેમેન્ટના ચૂકવણા માટે આપેલ રૂ.૭,૦૨,૮૩૯/-ના અલગ અલગ ૨૯ જેટલા ચેકો રીટર્ન થતા બારડોલી કોર્ટમાં ચેક રીટર્ન અંગે ફરિયાદ કરવામાં આવી હતી.બારડોલી કોર્ટમાં કેસ ચાલી જતા સુરતના મહિલા વેપારીને કોર્ટે બે વર્ષની સજા અને રૂ.૧૪,૦૫,,૬૭૮/- ભરવા હુકમ કર્યો છે.
આ કેસમાં વેપાર કરતા પતિએ પત્નીના નામે ચેક આપતા કોર્ટની સજાથી પત્નીને જેલ ભોગવવાનો વારો આવ્યો છે.બારડોલીના જાણીતા વેપારી પેઢી વિકાસ રાઈસ ટ્રેડર્સ ના ભાગીદાર અશ્વિનભાઈ રાજેન્દ્રભાઈ નેમાણી તથા ઉન્નતી ટ્રેડર્સના ભાગીદાર રમેશચન્દ્ર પરસોત્તમદાસ નેમાણી દ્વારા સુરત ખાતે આવેલી સિદ્ધિ વિનાયક ટ્રેડર્સ નામની વ્યક્તિગત પેઢીના માલિક સીમાબહેન અશોકભાઈ નાવડીવાળાએ સાથે ધંધાકીય સબંધ હોવાથી મહિલા વેપારીને ઉધાર માલ આપ્યો હતો.જેના બદલામાં મહિલા વેપારીએ જુદીજુદી રકમના કુલ ૨૯ ચેકો આપ્યા હતા.જે તમામ ચેકો નાણા ના અભાવે પરત થતા બારડોલીના બંને વેપારીઓએ એડી.ચીફ.જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચેક રીટર્ન અંગે ફરિયાદ કરી હતી.જે કેશ ચાલી જતા સીમાબેન અશોકભાઈ નાવડીવાળાને કેસમાં ગુન્હેગાર ઠેરવી બે વર્ષની કેદ તથા ચેકની રકમ રૂ.૭,૦૨,૮૩૯/- ,ઉપરાંત બીજી તેટલી જ રકમ રૂ.૭,૦૨,૮૩૯/-, વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ બારડોલી કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.મહિલા વેપારી સામે થયેલી ફરિયાદમા પોતાનો બચાવ કરતા કહ્યું હતુકે,આપવામાં આવેલા તમામ ચેકો તથા ધંધાકીય વ્યવહાર તેમના વતી તેમના પતી અશોકભાઈ નાવડી વાળા કરતા હોવાથી તેમને ચેક બાબતે કોઈ જ માહિતી નથી.પરંતુ કોર્ટે તેમના નામે વ્યવહાર ભલે તેમના પતિએ કર્યો હોય તો પણ ચેક ઉપર તેમની સહી હોવાથી વટાવ ખત અધિનિયમની કલમ ૧૩૮ અન્વયે તેઓ જવાબદાર હોવાથી મહિલાને બે વર્ષની સજા અને કુલ રૂપિયા ૧૪,૦૫,૬૭૮/-નું વળતર ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.અહીં આપને જણાવી દઈએ છીકે છેલ્લા ૧૦ વર્ષથી આ કેશ કોર્ટમાં ચાલી રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500