ગાંધીનગરનાં સેક્ટર-3માં રહેતા હાઇવે ઓથોરિટીનાં ડેપ્યુટી એન્જીનીયરને વીજ બીલ ભરવાનો મેસેજ મોકલીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડેબીટ કાર્ડના ફોટા અપલોડ કરાવીને ગઠિયાઓ રૂપિયા 18.89 લાખની માતબર રકમ સેરવી લીધી હતી. બનાવ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, શહેરનાં સેક્ટર-3એ પ્લોટ નંબર 1263/1માં રહેતા અને હાઇવે ઓથોરિટીમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હિતેષકુમાર દિનેશભાઇ પટેલને છેતરવામાં આવ્યા હતા જોકે તેઓ તેમની નોકરી ઉપર હતા.
તે દરમિયાન વીજળી બીલ ભરવાનો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ સાંજનાં સમયે ગઠિયાએ ફોન કરીને બીલ અપડેટ થયું નથી તેમ કહીંને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. તેમના ડેબીટકાર્ડનાં ફોટા પણ અપલોડ કરાવ્યા હતા. જોત જોતામાં તેમના ખાતામાંથી રૂપિયા 18.89 લાખની માતબર રકમ કપાઇ ગઇ હતી જેના પગલે તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો અને તેમણે આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application