મુંબઇગરાં હાલ નવેમ્બરમાં પહેલી જ વખત શિયાળાની ફૂલગુલાબી ઠંડી માણી રહ્યાં છે. બીજીબાજુ મહારાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારો ટાઢાબોળ થઇ ગયા છે. જોકે રાજ્યનાં 18 સ્થળોએ લઘુત્તમ તાપમાનનો પારો 9.0થી 14.0 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યો હતો. હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાનીએ એવી માહિતી આપી હતી કે, હાલ મહારાષ્ટ્ર પર ઉત્તર-પૂર્વ(ઇશાન)નાં ઠંડા પવનો વાતાવરણનાં નીચેનાં પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે. સાથોસાથ જમ્મુ-કશ્મીરમાં બરફ વર્ષા પણ થઇ હોવાથી તેની સીધી અસર મહારાષ્ટ્ર પર થઇ રહી છે.
જોકે હાલ બંગાળનાં ઉપસાગરમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણનાં કેન્દ્રની ગતિવિધિની અસર તામિલનાડુનાં સમુદ્ર સુધી થવાની શક્યતા છે. આવાં પરિબળોને કારણે ઇશાનનાં ગરમ પવનો ફૂંકાશે. પરિણામે આવતા 24 કલાક દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. જયારે કોલાબામાં મહત્તમ તાપમાન 31.1 અને લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 32.0 અને લઘુત્તમ તાપમાન 17.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આવતા 48 કલાક દરમિયાન મુંબઇનું દિવસનું તાપમાન 32.0 અને રાતનું તાપમાન 18.20 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે તેવી સંભાવના છે. હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે જળગાંવ 9.2 ડિગ્રી સેલ્સિયસ સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application