Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18 ટકા GST ચૂકવવો પડશે

  • October 10, 2024 

રહેઠાણ સિવાયની કોઈપણ સ્થાવર મિલકત જીએસટીનું રજિસ્ટ્રેશન ન ધરાવતી વ્યક્તિ રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિને ભાડેથી આપે તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિ પોતે ભાડાની રકમના 18 ટકા રકમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પેટે ભાડે લેનાર વ્યક્તિએ સરકારમાં જમા કરાવવો પડશે. આ રીતે દુકાન, ઓફિસ, ગોદામ, જમીન કે પછી કો વર્કિંગ પ્લેસ ભાડે આપનાર રજિસ્ટર્ડ વ્યક્તિ હોય તો તેની પાસેથી ભાડેથી તે જગ્યા લેનારે 18 ટકાના દરે જીએસટી જમા કરાવવો પડશે. રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને કોઈપણ હેતુથી ભાડે આપવામાં આવશે રજિસ્ટર્ડ ડીલર અનરજિસ્ટર્ડ વ્યક્તિ કે કંપની કે સંસ્થાને આપશે તો તેને માટે ભાડું ઉપરાંત ભાડે લેનારે 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.


સીબીઆઈસીએ આઠમી ઓક્ટોબરે બહાર પાડેલો આ પરિપત્ર દસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં લાગુ પડશે. જોકે કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા માટે પહેલાથી જ 18 જીએસટી વસૂલવામાં આવતો હતા.  જીએસટીના એક્સપર્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે આ નવા પરિપત્ર પછી રહેઠાણ માટેનું ઘર કોઈને રહેવા માટે કોઈ વ્યક્તિ ભાડે આપશે અને ભાડે આપનાર વ્યક્તિ જીએસટીનું રજિસ્ટ્રેશન ન ધરાવતો હોય અને તે મકાન ભાડે લેનાર પણ રજિસ્ટર્ડ ન હોય તો તેવા સંજોગમાં તેમને ગુડ્સ એન્ડ સવસ ટેક્સ ભરવામાંથી માફી મળશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પર કોઈ જ જીએસટી લાગશે નહિ. બીજી તરફ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિ પોતાની માલિકીની રહેઠાણની જ મિલકત હોય અને તે કોમર્શિયલ હેતુ માટે કોઈપણ વ્યક્તિને ભાડેથી આપશે તો તેણે તેના ભાડાંની આવક પર 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આમ આ સોદામાં મિલકત ભાડે આપનારે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવાનો આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application