Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેક્સિકોનાં ઓક્સાકામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 3 બાળકો સહિત 18’ના મોત નીપજ્યાં

  • October 07, 2023 

મેક્સિકોનાં ઓક્સાકામાં એક ભયાનક માર્ગ અકસ્માત થતાં 3 બાળકો સહિત 18 લોકોનાં મોત થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે 29 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓ છે. મેક્સિકોમાં વેનેઝુએલા અને હૈતીથી સ્થળાંતર કરનારાઓને લઈ જતી બસ પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર આ અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા હાઈવે પર વહેલી સવારે થયો હતો. સ્થાનિક અધિકારીઓના નિવેદન મુજબ બસ દુર્ઘટનામાં કુલ 29 લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોની નેશનલ ઈમિગ્રેશન એજન્સીએ જણાવ્યું કે બસમાં 55 વિદેશી નાગરિકો સવાર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application