Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બળાત્કાર અને બાળ સતામણી કરનારા અપરાધીઓની ખેર નથીઃ હવે છ માસમાં ચૂકાદો

  • December 09, 2019 

નવી દિલ્હી:ન્યાયની પરિભાષામાં વિલંબથી મળતો ન્યાય પણ અન્યાય જેવો જ પીડાદાયી ગણવામાં આવ્યો છે. ન્યાય જેટલો ઝડપથી થાય તેટલો અને ગુન્હેગારો માટે સબક રૂપ વધુ અસરકારક ગણાય છે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રવિવારે જણાવ્યું હતુ કે બળાત્કારના મુકદમાઓની જલ્દીથી પતાવટ થાય તે માટે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને પત્ર લખીને દુષ્કર્મ પોસકો અંતર્ગત નોંધાયેલા કેસોને બે માસમાં પૂર્ણ કરવા તમામ પગલાઓ જલ્દી લેવા અને તપાસ પૂરી કરવા જણાવાશે.આવા કેસો ચૂકાદો છ મહિનામાં જ આવે તેવી વ્યવસ્થા કરવા જણાવાયું કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીએ જણાવ્યું હતુ.બળાત્કારની પ્રત્યેક દ્યટના, મહિલા અંગેના ગુનાઓ કમનસીબ અને સંપૂર્ણપણે વખોડવાલાયક છે.તેમ પ્રસાદે જણાવીને કહ્યું હતુ કે આવા અપરાધ કરનારા ગુનેહગારોને ન્યાયપ્રક્રિયાથી આકરામાં આકરી સજા મળે તેમ વ્યવસ્થા ગોઠવાશે નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જણાવ્યું હતુ કે દુષ્કર્મ અને પોસકોનાં તમામ પેન્ડીંગ કેસોનો ફાસ્ટટ્રેક કોર્ટમાં જલ્દી નિવેડો લાવવા દેશમાં તમામ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓને પત્ર પાઠવવામાં આવશે. મંત્રી પ્રસાદ પાસે કોમ્યુનિકેશન ઈલેકટ્રોનિક અને આઈટી મંત્રાલયનો હવાલો છે. તેમણે દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓને જણાવ્યું હતુ કે આવા કેસોનો લગતી કાનૂની પ્રક્રિયા ઝડપથી આટોપાય તેવી વ્યવસ્થા દેશમાં ઉભી કરવી જોઈએ. દેશમાં અત્યારે હૈદ્રાબાદ અને ઉન્નાવ દુષ્કર્મ અને હત્યાના બનાવોને લઈને ભારે રોષ ફેલાયો છે. તેવા સમયે કેન્દ્રીય મંત્રીએ બાળકો સામેના જાતીય અપરાધના મામલાઓ બેમહિનામાં જ પૂરા કરવાનાં નિર્દેશો આપ્યા છે. હૈદ્રાબાદ અને ઉન્નાવના બળાત્કાર અને હત્યાના મામલે સમગ્ર દેશમાં વધતી જતી બળાત્કારની દ્યટનાઓ કાબુમાં આવે તે માટે બળાત્કારીને મૃત્યુદંડ આપવાની કાયદાકીય જોગવાઈ અને ન્યાયપ્રક્રિયા ને ઝડપી બનાવવાની સમાજના દરેક વર્ગમાંથી એક સૂરે માંગ ઉઠી છે. ત્યારે બળાત્કાર અને ખાસ કરીને બાળ વિરોધી ગુન્હાઓનાં મામલે છ મહિનામાંજ નિપટાવી લેવાના કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદના આ પ્રયાસો ને દેશમાંથી આવકાર મળ્યો છે. તેમણે ન્યાયઝડપી અને પારદર્શક બને તે માટે પોકસો અંતગર્ત છેલ્લા બે મહિનામાં નોંધાયેલા કેસની પૂરી તપાસ કરીને છ મહિનામાં જ તેનો ઉકેલ લાવવા જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application