Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમાં સૌથી મોટી દુર્ઘટના:૪૩ લોકોના મોત:૫૯ લોકોનું રેસ્ક્યુ

  • December 08, 2019 

નવી દિલ્હી:જૂની દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં ૪૩ લોકોના મોતના સમાચાર આવ્યા છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી ૫૯ લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ ૫:૩૦ વાગે ત્રણ ઘરમાં લાગી છે,અહીં કાગળની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે. જેના લીધે આગ ફેલાઇ હતી અને તે ત્રણ ઘરના બે માળને પોતાની ચપેટમાં લઇ લીધા હતા.આગ પર કાબૂ મેળવવાનું કામ મેળવવાનું હજુ ચાલુ છે.ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ૩૦ ગાડીઓ આગ ઓલવવાનું કામ કરી રહી છે.બચાવવામાં આવેલા લોકોને બાડા હિંદૂરાવ,રામ મનોહર લોહિયા,એલએનજેપી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે આ વિસ્તારની સાંકળી ગળીઓ છે. જોકે અહીંથી થોડા ડગલાં દૂર મોડલ વસ્તી ફાયર સ્ટેશન છે પરંતુ સાંકડી ગલીઓના લીધે ફાયરની ગાડીઓ લઇને અંદર પહોંચી ન શકાય. જેના લીચે બચાવ કાર્યમાં મોડું થાય અને તેના લીધે કેઝુઅલ્ટીની સંખ્યા વધી ગઇ.એવું કહેવામાં આવી રહ્યું છે કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application