Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરતીપુત્રો માટે ખુશ ખબર:શેરડી પર મળશે રૂ.૫.૫ પ્રતિ ક્વિન્ટલ સબસિડી

  • May 02, 2018 

નવી દિલ્હી:સરકારે શેરડી પકવતા ખેડૂતોના બાકી લેણાની પતાવટ માટે વ્યવસ્થા કરી છે.જે મુજબ તે ખાંડ ઉદ્યોગને મદદ કરશે.બુધવારે કેન્દ્રીય કેબિનેટે ફેસલો લીધો છે કે તેઓ ખેડૂતોને ૫.૫ રૂપિયે પ્રતિ ક્વિન્ટલના દરે સબસિડીની ચૂકવણી કરશે.ખેડૂતોને સબસિડી ખાંડ મિલોને વેચાયેલી શેરડીના આધારે થશે.બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ ફેસલો લેવામાં આવ્યો.જો કે સરકારે તેમાં એક શરત પણ રાખી છે કે આ ધન ફક્ત મિલો દ્વારા ખરીદાયેલી શેરડી કે જે નિર્ધારિત શરતો પર ખરી ઉતરશે તેના ઉપર જ સબસિડી અપાશે.ખાંડ મિલો પર ખેડૂતોનું બાકી લેણું વધીને ૨૦ હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. સરકારની આ સબસિડીની કવાયતને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.કર્ણાટકમાં ૧૨મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે.આ વર્ષે ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થયું છે.જેના કારણે ખાંડનો ભાવ ખુબ ઘટી ગયો છે.મિલોએ ખુબ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. મિલો પર ખેડૂતોનું બાકી લેણુ સતત વધી રહ્યું છે.મિલો ખેડૂતો પાસે ખરીદેલી શેરડીની રકમની ચૂકવણી કરવામાં અસમર્થ છે આથી તેમણે સરકારને મદદની ગુહાર લગાવી હતી.દેશમાં ખાંડનું ઉત્પાદન ૧૫ એપ્રિલ સુધી કુલ ૨૯.૯૮ મિલિયન ટન (અત્યાર સુધીનો સૌથી વધુ) રહ્યું.ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA)ના ડીજી અવિનાશ વર્માએ આ ફેસલાનું સ્વાગત કરતા કહ્યું કે શુગર મિલને ખુબ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.વર્માએ કહ્યું કે,સરકારના આ ફેસલાથી ૨૦૧૭-૧૮ માં મિલોને ૧૫૦૦-૧૬૦૦ કરોડ રૂપિયાની રાહત મળશે.જો કે તેમણે એમ પણ કહ્યું કે ઉદ્યોગો સામે પરેશાનીઓ ખુબ છે.વર્માએ આશા વ્યક્ત કરી કે આ પગલાં બાદ સરકાર શેરડીના ખેડૂતો અને ખાંડ ઉદ્યોગની ભલાઈ માટે હજુ વધુ પગલાં લેશે.ખાંડના ભાવ છેલ્લા ચારથી પાંચ મહિનામાં ૯ રૂપિયા સુધી ઘટ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application