તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ સાંપ્રત સમયમાં બદલાતી જીવન પધ્ધતિને કારણે પ્રત્યેક વ્યકિત સતત માનસિક તાણનો શિકાર થતો જાય છે. જેના કારણે અનેક શારિરીક બીમારીઓથી ગ્રસ્ત થઇને માણસ પોતાનું અમૂલ્ય માનવ જીવન ગુમાવી રહ્યો છે.આ કપરા કાળમાંથી પ્રત્યેક મનુષ્યને બહાર લાવી તેઓ શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે,ઘરગૃહસ્થી અને સામાજીક જવાબદારીઓ સાથે પણ જીવનનો સઘળો આનંદ તેઓ પ્રાપ્ત કરી શકે તે માટે બ્રહ્માકુમારીઝ દ્રારા અલવિદા તનાવ શિબીરનું આયોજન કરાયું છે.આહવાના ર્ડા.આંબેટકર ભવજ ખાતે આગામી તા.૧૩,૧૪, અને ૧૫ ડિસેમ્બરે સાંજે ૮-૦૦થી ૯-૦૦ દરમિયાન યોજાનારી આ શિબીરમાં રાજયોગીની બી.કે.પારૂલ દીદી,તથા નવસારીના રાજયોગીની બી.કે. ગીતા દીદી તથા આહવા સેવા કેન્દ્રના બી.કે.ઇના દીદી સાપુતારાના બી.કે.મધુ દીદી વિગેરે તનાવ મુક્ત જીવનશૈલી અંગે ઇશ્વરીય જ્ઞાન અને માર્ગદર્શન પુરૂપાડશે.તા.૧૩/૧૨/૨૦૧૯ ના રોજ યોજાનાર આ શિબીરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર,સામાજીક કાર્યકરશ્રી બાબુરાવ ચૌર્યા,વેપારી મહાજન શ્રી રતિલાલ સાવંત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહશે.આહવા ખાતે યોજાનારી આ શિબિરનો લાભ લઇ પ્રત્યેક નાગરિક આધ્યાત્મિક બળની સાથે આનંદ,ખુશી અને સકારાત્મક વિચારસરણી પ્રાપ્ત કરી શકે છે. જેમા જોડાવા માટે આહવા કેન્દ્રના બી.કે.ઇના દીદીએ સૌને અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application