ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા :નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંહ ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી નીર્ભયા ટીમ નર્મદા જિલ્લાના છેવાડાના ગરૂડેશ્વર તાલુકા ના માકડ આંબા ગામ ખાતે નીર્ભયા ટીમ ના PSI કે. કે.પાઠક તેમજ ટીમ ના બહાદુર મહિલા પોલીસ કર્મચારીઓ માં પદમા બેન,લતાબેન,વર્ષાબેન,ભાવનાબેન,તરૂલતાબેને લોકો ને ગામ ના એક મંદિરના ઓટલા પર એકઠા કરી લોકોને નીર્ભયા પ્રત્યે સમજ આપી અને કોઈ પણ મહિલા સાથે થતા અત્યાચાર નીર્ભયા ટીમ ને ખબર પડતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીયો ને કોઈ પણ પ્રકારની અડચણ હોય નિર્ભયા સ્કોડ ની ફરીયાદ પેટી મા જે અત્યાચાર થતો હોય તેની એક ચિઠ્ઠી લખીને નાખે તેમનુ નામ ગુપ્ત રાખવામાં આવશે. નીર્ભયા સ્કોડ નો મુખ્ય ઉદ્દેશ જીલ્લાના તમામ બહેન દિકરીઓની સલામતી પુરી પાડવી જેથી દરેક બહેન દિકરીઓ ભણી ગણી ને આગળ આવી સમાજ નુ અને જિલ્લાનુ નામ રોશન કરે,PSI પાઠકે તમામ ગ્રામીણ લોકોને ખોટા વ્યસનો થી દુર રહેવા માટે સમજ પાડી હતી.આવી સારી કામગીરી માટે નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિહ અને પીએસઆઇ પાઠક ના સતત પ્રયાસો થી જીલ્લામાં એક સારા અને સંસ્કારી સમાજ નુ નિર્માણ થઇ રહ્યું છે જેથી આવા અધિકારી ઓથી જીલ્લાના લોકો ને ખુબજ ગર્વ છે.અને બહેનો દીકરીઓની પણ સલામતી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application