Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ:પત્રકાર જેડેની હત્યા મામલે ડોન છોટા રાજન સહિત ૯ જણા દોષિત

  • May 02, 2018 

મુંબઈ:મુંબઈમાં થયેલી પત્રકાર જેડેની હત્યા મામલે ૭ વર્ષ બાદ  કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.આ કેસમાં છોટા રાજનને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.જિગ્નેશ વોરા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.આ હત્યાકેસમં કુલ ૧૪ આરોપીઓ સામે કેસ હતો.જિગ્નેશ વોરા પર છોટા રાજનને ઉશ્કેરવાનો આરોપ હતો.મુંબઈના પત્રકાર જે.ડે. હત્યા કેસમાં મકોકા કોર્ટે પત્રકાર જિગ્ના વોર અને જોસેફ પોલસેનને નિર્દોષ જાહેર કર્યા છે.જ્યારે છોટા રાજન સહિત ૯ ને દોષિત જાહેર કર્યા છે.મહત્વનું છે કે ૧૧ જૂન ૨૦૧૧ ના રોજ પત્રકાર જે.ડે.ની હત્યા કરી દેવામાં આવી હતી. મુંબઈની મકોકા કોર્ટે સાત વર્ષ બાદ આ ચુકાદો આપ્યો છે.ન્યાયાધીશ સમીર અડકરે આ મામલે ૧૧ આરોપીમાંથી ૯ ને દોષિત જાહેર કર્યા છે જ્યારે ૨ ને નિર્દોષ છોડયા છે.મહત્વનું છે કે આરોપી છોટા રાજન હાલ નવી દિલ્લીની તિહાડ સેન્ટ્રલ જેલમાં બંધ છે.તેને ૨૦૧૫ માં ઈન્ડોનેશિયાથી ઝડપી લેવામાં આવ્યો હતો.અભિયોજન પક્ષનું માનીએ તો છોટા રાજનને એમ લાગતું હતું કે જે.ડે. તેની વિરુદ્ધ લખી રહ્યો છે.જ્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રિહિમનું મહિમામંડન કરે છે.આ જ કારણોસર છોટા રાજને જે.ડે.ની હત્યા કરાવી હતી.તેણે જ આ હત્યાકાંડનું ષડયંત્ર રચ્યું હતું.અભિયોજન પક્ષના કહેવા મુજબ પત્રકાર જેડેની હત્યા છોટા રાજનના ઈશારે કરવામાં આવી હતી.તો આ સમગ્ર મામલાની તપાસ કરી પોલીસે મકોકા કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે,જેમાં છોટા રાજન સહિત ૧૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સામે અનેક ગુના નોંધાયેલા છે.આ કેસને લઇને તિહાડ જેલમાં બંધ રાજન તમામ મામલાની સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર રહ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application