Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા:મુસાફરો ભરેલી બસ ખાઈમાં ખાબકી:એક બાળકનું મોત:૩૦ મુસાફરો ઈજાગ્રસ્ત

  • May 02, 2018 

વનરાજ પવાર દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,આહવા:સાપુતારા પાસે મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યું છે.જ્યારે ૩૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.જેથી તેને સારવાર આપવામાં આવી રહી છે.ઘટનાની વિગત અનુસાર ડાંગ જિલ્લાના સાપુતારા પાસે અને મહારાષ્ટ્રની હદમાં બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.જેને લઈને મુસાફરોથી ભરેલી ગુજરાતની ખાનગી બસ ખાઈમાં ખાબકી હતી. અને અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યું હોવાની વિગત જાણવા મળી છે બસમાં સવાર ૫૦ મુસાફરો પૈકી ૩૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.જેથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યા તમામની સારવાર ચાલી રહી છે.આ ઘટના બોરગાવ કનાશી રોડ પર બની હતી.મહારાષ્ટ્ર નાં સપ્તશ્રુંગી ગઢ પર માતાજીના દર્શન કરવા માટે મુસાફરો લઇ જતી નવસારીની ખાનગી બસને મહારાષ્ટ્રની હદમાં આવેલ હઠગઢ પાસે અકસ્માત નડ્યો છે.બનાવ અંગેની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application