વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના ભાજપ દ્વારા આહવા કલેકટર કચેરીની સામે રાફેલ મુદ્દે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.૧૪ નવેમ્બર ૨૦૧૯ ના રોજ દેશની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ વિમાન પર પુનઃ વિચારણા કરવા અંગેની વિવિધ અરજીઓ ને ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ ન્યાયાલયએ પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માંગ અને બિન જરૂરી ગણાવી હતી. રાફેલ સોદાની પ્રકિયા યોગ્ય અને પારદર્શક રીતે થયેલ છે. તેઓ નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આ પહેલા પણ ડિસેમ્બર ૨૦૧૮ મા આપેલ છે આ વિષય અંગે ન્યાયાલય દ્વારા પહેલા પણ કોગ્રેસ પક્ષને ફટકાર લગાવવામાં આવેલ છે. તારીખ ૧૪ નવેમ્બર ના રોજ ફરીથી સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી કોગ્રેસ પક્ષ દ્વારા જૂઠા અને મનધડંત આક્ષેપો કરવામાં આવીયા છે તે સાબિત થાય છે. દેશની રક્ષા સાથે જોડાયેલ આ ગંભીર વિષય પર કોગ્રેસ પક્ષને તેના તત્કાલીન અધ્યક્ષ દ્વારા સંસદમાં અને જાહેર મંચ પરથી લોકસભા ચૂંટણી પૂર્વે અને લોકસભાના ચૂટણી પ્રચાર દરમિયાન સતત જુઠુ બોલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મર્યાદા શબ્દોનો પ્રયોગ કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ હતો. અને સંસદના સત્ર મા બિન જરૂરી વિક્ષેપ ઊભો કરી સંસદનો સમયનો સદુપયોગ જ કલ્યાણ અંગેની યોજનાઓની ચર્ચા વિચારણા પાછળ થવાનો હતો હવે જયારે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયથી રાફેલ મામલે એકવાર ફરી દુધનુ દુધ અને પાણી નુ પાણી થઈ ગયુ છે. અને સુધારા અંગેની સંપૂર્ણ પ્રકિયા પારદર્શક અને યોગ્ય સાબિત થયેલ છે તેની ડાંગ જિલ્લા ભાજપા દ્વારા માંગ છે કે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધી સાર્વજનિક રીતે જાહેરમાં દેશ અને જનતા સામે માફી માંગવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application