Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા ખાતે શિક્ષીત બેરોજગાર યુવક-યુવતીઓ માટે લોન અને નામ નોંધણી કેમ્પનુ આયોજન કરવામા આવ્યું

  • November 16, 2019 

ઇકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા શહેર ના લાલટાવર પાસે નર્મદા જીલ્લા રોજગાર વિનીમય કચેરી અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અત્રે શિક્ષીત બેરોજગાર યુવક-યુવતીઓ માટે લોન અને નામ નોંધણી ના ફોર્મ નુ વિનામૂલ્યે વિતરણ કરવામા માટે ના કેમ્પ નુ આયોજન કરવામા આવેલ હતું. જેના માટે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ ની નકલો ફોર્મ સાથે જોડી ને સ્થળ ઉપરજ સ્વીકારવાનું ઉમદા કાર્ય કરવામા આવ્યુ હતુ. સરકાર ના વિભાગ ની આ પ્રકારની કામગીરીએ લોકોનુ ધ્યાન ખેંચ્યું હતું અને મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ આ કેમ્પનુ લાભ લીધો હતો,સરકાર ના આ પ્રયાસો થી બેરોજગાર યુવક-યુવતીઓ મા આશા નો સંચાર થયો હતો,સુચિત વિભાગો દ્રારા આ અંગે અગાઉ થી સુચનાઓ વિવિધ માધ્યમો દ્વારા પ્રસારિત કરેલ હતી જેથી કરી ને વધુ સંખ્યા મા રોજગાર વાંચ્છુઓ આ કેમ્પ નો લાભ મેળવી શકે,આ કેમ્પ નુ આયોજન કરવાના પ્રયાસો મા રાજપીપળા સિંધીવાડ ના નઈમ ખાન પઠાણ,સોયબ ખાન બલુચી અને અન્ય યુવકો એ રસ લઈ ને સમાજ લક્ષી આ કાર્ય ને પાર પાડવા મા સહાયરૂપ બન્યા હતા.સરકાર અને સરકારી વિભાગો દ્વારા આ પ્રકાર ના સમાજ લક્ષી કાર્યો વધુ મા વધુ કરવામા આવે તેવી લાગણી લોકોએ વ્યકત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application