Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલ  સિમ લેવા માટે આધાકાર્ડ ની જરૂર નહીં પડે !! સરકારના લેટેસ્ટ નિર્દેશે કરી સ્પષ્ટતા

  • May 02, 2018 

નવી દિલ્હી:હવે મોબાઈલ  સિમ લેવા માટે આધાકાર્ડ ની જરૂર નહીં પડે.સરકારે મોબાઇલ ઓપરેટર્સને નિર્દેશ જાહેર કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ તેમજ વોટર આઇડી જેવા બીજા ઓળખપત્રોને પણ સ્વીકારવાની સૂચના આપી છે.ટેલિકોમ સચિવ અરૂણ સુંદરાજને જણાવ્યું છે કે,''વપરાશકારોને સમસ્યા ન નડે એટલે આ નિર્ણય તાત્કાલિક રીતે અમલમાં મૂકી દેવા માટે જણાવવામાં આવ્યું છે.અમે ઓપરેટર્સને કેવાયસીના નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું છે.'' ૨૭ એપ્રિલે ટીઓઆઇમાં આવેલા રિપોર્ટ પ્રમાણે જે લોકો પાસે આધાર નહીં હોય તેમને હવે સિમ કાર્ડ નહીં મળે એવી માહિતી આપવામાં આવી હતી પણ હવે એનું સ્પષ્ટીકરણ થઈ ગયુ છે.સુપ્રીમ કોર્ટે તો પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી કોર્ટ આ મામલે કોઈ અંતિમ નિર્ણય નહીં લઈ લે ત્યાં સુધી સિમ કાર્ડ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત નથી.આધારકાર્ડને કારણે માત્ર સ્થાનિકો જ નહીં પણ ભારત આવતા વિદેશીઓને પણ મુશ્કેલી પડી છે કારણ કે મોટાભાગના લોકો પાસે આધારકાર્ડ નથી હોતું. મોબાઇલ ઓપરેટર્સને આ મામલે કોઈ ટિપ્પણી નથી કરી પણ મળતી માહિતી પ્રમાણે સરકાર સમગ્ર મામલાને ભારે ગંભીરતાપૂર્વક લઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application