મુંબઇ:લગ્ન બાદ એકપણ વખત જાતિય સંબંધ ન બંધાયો હોય તો તેના આધારે દંપત્તિને છૂટાછેડા મળી શકે છે તેવો મહત્વનો ચૂકાદો બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક દંપત્તિની છૂટાછેડાની અરજી ઉપરની સુનાવણી દરમિયાન આપ્યો છે.
કોલ્હાપુરનું એક કપલ છૂટાછેડાના કેસમાં બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યું હતું.મહિલાએ તેના પતિ પર આરોપ મુકતા કહ્યું હતું કે,‘પોતે લગ્નના પહેલા દિવસથી ડિવોર્સ માટે કેસ લડી રહી છે કેમ કે તેના આ કથીત પતિએ કોરા ડૉક્યુમેન્ટ્સ પર સાઇન કરાવીને છળકપટ દ્વારા લગ્નના ખોટા દસ્તાવેજ ઉભા કર્યા છે.જે કેસમાં ચુકાદો આપતા જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે,‘હકીકતમાં મહિલા જણાવે છે તેવા છળકપટનો કોઈ પૂરાવો નથી મળી રહ્યો પરંતુ બંને કપલ વચ્ચે એકપણ વાર સેક્સસ્યુઅલ સંબંધ ન બંધાયો હોઈ તેના આધારે છૂટાછેડા આપવામાં આવે છે.’તેમણે ચૂકાદામાં વધુમાં કહ્યું કે,‘લગ્ન જીવની સૌથી મહત્વની વસ્તુઓ પૈકી એક બંને પક્ષ વચ્ચે નિયમિત સેક્સ લાઇફ પણ આવે છે.જો તેને પૂર્ણ કરવામાં નથી આવતો તો તેના આધારે લગ્નને રદ કરી શકાય છે.’જસ્ટિસ ભટકરે કહ્યું કે,‘આ કેસમાં બંને પક્ષો લગ્ન બાદ એકપણ દિવસ સાથે નથી રહ્યા અને તેમની વચ્ચે સેક્સ્યુઅલ સંબંધના કોઇ પૂરાવા બચાવ પક્ષ દ્વારા રજૂ કરવામાં નથી આવ્યા ત્યારે ફરિયાદી પક્ષની અરજીને માન્ય રાખતા છૂટાછેડ આપી શકાય છે.’જ્યારે તેના આ પતિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમની વચ્ચે શારીરિક સંબંધ હતો અને મહિલા ગર્ભવતી પણ બની હતી.જોકે કોર્ટે પૂરાવા માગતા તે કોઈ પૂરાવા રજૂ કરી શક્યો નહોતો.કોર્ટે ચૂકાદો આપતા પહેલા બંને કપલનું કાઉન્સેલિગં કરાવી તેમના લગ્ન જીવનને બચાવવા પણ પ્રયાસ કર્યા હતા,પરંતુ શક્ય નહોતું બન્યું.જેથી કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું કે,‘પાછલા 9 વર્ષથી એકબીજાની વિરુદ્ધ કેસ લડતા બંને પક્ષોએ પોતાના જીવનના 9 મહત્વપૂર્ણ વર્ષ વેડફી નાખ્યા છે અને તેમ છતા તેમની વચ્ચેની કડવાસ ઓછી થઈ નથી જે આગળના ભવિષ્યને પણ ખરાબ કરી શકે છે.જોકે આ આધારે છૂટાછેડા મળે તેવું કાયદો કહેતો નથી પરંતુ આ કેસમાં કપલ વચ્ચે શારીરિક સંબંધ ન હોવાના કારણે છૂટાછેડા આપી શકાય છે.’સમગ્ર કેસ 2009થી ચાલી રહ્યો છે જ્યારે મહિલા 21 વર્ષની હતી અને પુરુષ 24 વર્ષનો હતો.મહિલાના આરોપ મુજબ પુરુષે તેને ભોળવીને મેરેજ રજિસ્ટરના ડૉક્યુમેન્ટ પર સાઇન કરાવી લીધી હતી અને તે બાદ મેરેજ રજિસ્ટાર પાસે પણ લઈ ગયો હતો.જોકે પહેલા તેને આ બાબતે કંઈ ખબર પડી નહોતી પરંતુ પાછળથી પોતાના આ લગ્ન અંગે ખબર પડતા તરત જ તેણે કેસ દાખલ કરીને છૂટાછેડાની માગણી કરી હતી.નીચલી કોર્ટે મહિલાની અપીલ માન્ય રાખતા તેમના લગ્નને ફોક જાહેર કર્યા હતા અને તેને છૂટાછેડા માટે મંજૂરી આપી હતી.જે બાદ કેસ હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે મહિલાના તેની સાથે આચરવામાં આવેલ છળકપચટના દાવાને એ આધારે નકારી કાઢ્યો હતો કે મહિલા પોતે ગ્રેજ્યુએટ છે અને એક ભણેલીગણેલી વ્યક્તિ હોવાને કારણે તેની સાથે આ પ્રકારનું છળકપટ થાય અને તેની જાણ પણ ન થાય તેવું શક્ય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application