તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મજયંતિએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીના ઉપલક્ષ્યમાં સરદાર સાહેબને અંજલિ આપવા માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત ગ્રામ્ય પોલિસના સંયુકત ઉપક્રમે બારડોલીના આંગણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વન, આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતેથી લીલી ઝંડી આપી રન ફોર યુનિટી એકતા દોડનુ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વન,આદિજાતિ મંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબની જન્જયંતિને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરીને રન ફોર યુનિટી દ્વારા તેમને યાદ કરવાનો અનેરો દિવસ છે. પટેલે પોતાનું જીવન આઝાદી માટે ખપાવી દીધું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઇ પટેલને પોતાના કૌશલ્ય અને શક્તિ દ્વારા દેશના સંકટોને બચાવ્યું અને દેશને એક સૂત્રમાં બાંધ્યો. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબના જીવન માંથી પ્રેરણા લઈ આપણો દેશ વિશ્વકક્ષાએ સર્વોત્તમ સ્થાન હાંસલ કરવા માટે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ડગ માંડી રહ્યો છે. ગુજરાતના પનોતાપુત્ર અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારતે આગવી અને અનોખી ઢબે વિકાસ, શૌર્ય અને સાહસિકતાનો પરિચય સમસ્ત વિશ્વને કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના કર્મઠ નેતૃત્વ હેઠળ સરદાર સાહેબની સૌથી ઉચી ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું નિર્માણ કરીને યુગો યુગો સુધી સરદાર સાહેબના વિચારો,તેમના કરેલા કાર્યોને આવનારી પેઢી સતત પ્રેરણા લેતી રહે તેવા ઉમદા હેતુથી સાચા અર્થમાં જનનાયકને ભાવજલિ અર્પણ કરી છે હોવાનુ મંત્રીએ જણાવ્યું હતું.રન ફોર યુનિટીના પ્રસંગે સાંસદ પ્રભુ ભાઈ વસાવા,જિલ્લા કલેકટર ધવલ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, જિલ્લા પોલીસ વડા અશોક મુનિયા,પક્ષ પ્રમુખ શ્રીદિલીપ સિંહ રાઠોડ,પ્રાંત વીએન રબારી,dysp રૂપલબેન સોલંકી તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પોલિસના જવાનોએ સહભાગી થઇને એકતાનો સંદેશ આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500