તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:બુટલેગરો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવનાર મકાન મલિકા અને તેના પરિવારના સભ્ય પર બુટલેગરો દ્વારા હુમલા કરવામાં આવતા મકાન માલિકે આમલેથા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.પોલીસે ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામમાં રહેતા ફરિયાદી નિશાબેન મુળજીભાઈ વસાવા અને એમના ભાઈ નિકેત મુળજી વસાવા ગત તારીખ ૨૮ એપ્રિલના રોજ રાત્રે ગરમીના કારણે પોતાના મકાનના ધાબા પર સુતા હતા એ દરમિયાન રાત્રે લઘભગ દસ વાગે મકાનના વાડામાં આંબા ના ઝાડ ના પાન તૂટવાનો અવાજ આવતા નિકેત જાગી ગયો અને નીચે ઉતરી ને જોયું તો ગામનાજ ત્રણ પૈકી અરવિંદ અલખમ વસાવા,અશ્વિન અરવિંદ વસાવા અને સંદીપ રસિક વસાવા ઓ ફરિયાદી ના વાડામાં ત્રણ એક થેલામાં દારૂ અને બિયર છુટા પાડી સંતાડવા પ્રયાસ કરતા હોય નિકેત એ એમને અટકાવી જતા રહો અહીં આવી ગુનાહિત પ્રવૃત્તિ ન કરો નહીતો પોલીસ બોલાવીશ એમ કહેતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને નિકેત ને માર મારતા નિશા વચ્ચે પડતા એને પણ ઝાડીમાં ફેંકી દેતા ફરી નિકેત વચ્ચે પડતા અશ્વિન વસાવા એ નિકેતને માથામાં પથ્થર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ નિતેશને સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરતા બીજા દિવસે આમલેથા પોલીસે ફરિયાદ બાદ ત્રણેય ઈશમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application