Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટેની ચુંટણીમાં જીપીએસ આધારિત 160 બસનો ઉપયોગ કરાશે

  • November 30, 2022 

ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે બીજા તબક્કામાં એટલે કે 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. એ માટેની તૈયારી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ સાધનસામગ્રી સુરક્ષિત રીતે મતદાન મથક સુધી પહોંચી શકે તે માટે જીપીએસ આધારિત એસટી બસનો ઉપયોગ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે 160 બસનો ઉપયોગ કરવામાં આવશે. જે ચૂંટણીના આગળના દિવસે જશે તેમજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગાંધીનગર ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મુકવા માટે આવશે. જે અંગેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે બીજા તબક્કામાં એટલે કે, 5મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.




ત્યારે ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ તેમજ સાધનસામગ્રી સુરક્ષિત રીતે મતદાન મથક સુધી પહોંચી શકે એ પ્રકારનું આયોજન પણ સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પાંચ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં મતદાન મથક સુધી સતત મોનિટરિંગ થઈ શકે તેવી એસ.ટી બસનો ઉપયોગ કરવામાં આવશે. તે અંતર્ગત સ્થાનિક ડેપો દ્વારા પણ બસની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં આવેલા કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર ડેપો દ્વારા બસનું સંચાલન કરવામાં આવશે.



ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ  બેઠક માટે ગાંધીનગર ડેપોની બસનો ઉપયોગ કરાશે. તો અન્ય ત્રણ બેઠક માટે સ્થાનિક ડેપોની મદદ લેવામાં આવશે. જેના ભાગરૃપે જિલ્લામાં યોજાનારી ચૂંટણી માટે બે દિવસ દરમિયાન જીપીએસ સિસ્ટમ આધારિત 160 બસનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીના આગળના દિવસે કર્મચારીઓ તેમજ ઈવીએમ તથા મતદાનની સામગ્રી લઈને મતદાન મથક સુધી ચુસ્ત બંદોબસ્ત સાથે જશે. ત્યારબાદ ચૂંટણીના દિવસે કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ સામગ્રી લઈને બસ ગાંધીનગર  પરત ફરશે. આ બસનું સતત મોનિટરિંગ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application