Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 16.54 વિધાર્થીઓ પરીક્ષા આપશે : ગત વર્ષની સરખામણીએ દોઢ લાખ વિદ્યાર્થીઓ વધ્યા

  • January 11, 2023 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનાં  ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. આ વર્ષે ધો.10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહમાં કુલ મળીને 16.54 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જ્યારે ધોરણ-10માં બેઝિક ગણિતમાં 8.04 લાખ અને સ્ટાન્ડર્ડ ગણિતમાં 81591 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ-10માં આ વર્ષે 9,60,871 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં 7  લાખથી વધુ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે. જ્યારે બાકીનાં રીપિટર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે. ધોરણ-10માં બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરનારા આ વર્ષે  રેગ્યુલર અને રીપિટર તરીકેના 8.04 લાખ વિદ્યાર્થીઓ છે. જ્યારે 81591 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતમાં પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે.




ગત વર્ષે બોર્ડ દ્વારા પ્રથમવાર બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનાં વિકલ્પની પદ્ધતિ લાગુ કરાઈ હતી અને ગત વર્ષે પણ 90 ટકા જેટલા વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત અને માત્ર 10 ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યુ હતું. ગત વર્ષે ધોરણ-10માં કુલ 9.67 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ધોરણ-10માં વિદ્યાર્થીઓ થોડા ઘટયા છે. આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં 1,26,672 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે સાયન્સમાં 1.07 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 5,67,028 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે 4.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષે 1.56 લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ગત વર્ષ કરતા વધુ નોંધાયા છે. ગુજરાત બોર્ડ દ્વારા 14 થી 29 માર્ચ દરમિયાન ધો.10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાથી માંડી અન્ય તમામ પ્રક્રિયા હાલ શરૂ કરી દેવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application